Thu Jul 09 2026

Logo

વરસાદમાં લગ્નનો ગજબ નઝારો! પાણીથી ભરાયેલા મંડપમાંથી વરરાજાએ દુલ્હનને ઉપાડી લીધી, વીડિયો જોઈ તમે પણ કહેશો...

2026-07-09 10:31:00
Author: Darshana Visaria
Article Image

ચોમાસાની ઋતુમાં લગ્નગાળો હોય તો ય અમુક પત્રકાર પોપટલાલ જેવા લોકો હોય કે જેમને વરસાદમાં પણ પૈણું પૈણું થતું હોય, પરંતુ જ્યારે કુદરત મિજાજ બતાવે ત્યારે સ્થિતિ ઘણીવાર રમુજી બની જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં લગ્નમંડપ પાણીમાં ગરકાવ થઈ ગયા હોવા છતાં વરરાજાએ પોતાની દુલ્હનને અધવચ્ચે છોડવાને બદલે જે કર્યું તે જોઈને દરેક લોકો દંગ રહી ગયા છે. ચાલો જોઈએ શું છે આખી ઘટના વિસ્તારથી...

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોઈ શકાય છે કે એક સુંદર મેરેજ ગાર્ડન અને મંડપ પાણીથી લથબથ છે. ભારે વરસાદને કારણે લગ્નનું સ્થળ જાણે સ્વિમિંગ પૂલ બની ગયું છે. મહેમાનોની હાજરી વચ્ચે સ્થિતિ એવી છે કે ચાલી શકાય તેમ નથી. જોકે, વરરાજા પોતાની દુલ્હનને ઘરે લઈ જવા માટે એટલા ઉતાવળા હતા કે તેમને પાણી ઓસરવાની રાહ જોવી મંજૂર નહોતી.

ગમે તેવી મુશ્કેલી આવે તો પણ પોતાની દુલ્હનને સુરક્ષિત રીતે બહાર લઈ જવાના ઈરાદા સાથે વરરાજાએ તેને આખા મંડપમાંથી પોતાની બાહોમાં ઉઠાવી લીધી હતી. પાણીથી ભરાયેલા રસ્તા પરથી વરરાજાએ બહુ જ સહજતાથી દુલ્હનને ગોદમાં ઉપાડીને બહાર કાઢી હતી. આ અનોખો નઝારો જોઈને ત્યાં હાજર તમામ જાનૈયાઓ અને ઘરાતીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર @zingabad એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો હજારો યુઝર્સે જોયો છે.  આવીડિયો જોઈને યુઝર્સ મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ભાઈ, દુલ્હનને લઈ જવા માટે બહુ જ બેતાબ લાગે છે! તો બીજા એક યુઝરે રમુજી અંદાજમાં લખ્યું હતું કે પાણી ઉતરે ત્યાં સુધી થોડી રાહ જોઈ હોત તો ચાલત!. ત્રીજા અન્ય એક યુઝરે ભાવુક થઈને લખ્યું હતું કે પત્નીના પ્રેમમાં માણસ શું ન કરે!

 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં આ વરરાજાએ સાબિત કરી દીધું કે પ્રેમ અને સાહસની સામે પાણી કે વરસાદ પણ કોઈ અવરોધ બની શકતા નથી. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...