Thu Jul 09 2026

Logo

ફિફા વર્લ્ડ કપમાં આજથી કવૉર્ટર ફાઈનલ: આ ચાર સુપરસ્ટાર પર સૌની નજર

Boston   2026-07-09 11:29:00
Author: Ajay Motiwala
Article Image

Image Credit: THE NATIONAL NEWS


બૉસ્ટન: ફિફા (Fifa) વર્લ્ડ કપમાં ભારતીય સમય અનુસાર આજે મધરાત બાદ આઠ ટીમ વચ્ચેનો ક્વૉર્ટર ફાઇનલ (Quarter final) રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. રવિવાર સુધી ચાલનારા આ રાઉન્ડની મૅચોના પરિણામો પરથી ચાર સેમિ ફાઇનલિસ્ટ ટીમ નક્કી થશે.

હવે ખાસ કરીને ચાર સુપરસ્ટાર ખેલાડીઓના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે. એમાં લિયોનેલ મેસી, કીલિયાન ઍમ્બપ્પે, અર્લિંગ હાલૅન્ડ અને હૅરી કેનનો સમાવેશ છે.

આર્જેન્ટિનાને સેમિ ફાઇનલમાં પહોંચવા લિયોનેલ મેસી પર, ફ્રાન્સને કીલિયાન ઍમ્બપ્પે પર, નોર્વેને હાલૅન્ડ પર અને ઇંગ્લૅન્ડને હૅરી કેન પર સૌથી વધુ ભરોસો છે. જોકે ચારેય ટીમને અન્ય સ્ટાર ખેલાડીઓ પણ તેમને વિજય અપાવી શકે.


ક્વૉર્ટર ફાઇનલ મુકાબલા

વિક્રમજનક 48 દેશવાળા ફિફા વર્લ્ડ કપમાંથી 40 દેશની ટીમ બહાર થઈ ગઈ છે અને આઠ ટીમ બાકી રહી છે જેમની વચ્ચે હવે આજે મધરાત બાદ ક્વૉર્ટર ફાઈનલ રાઉન્ડ શરૂ થશે:

ફ્રાન્સ વિ. મોરોક્કો
(આજે મધરાત બાદ 1:30)

સ્પેન વિ. બેલ્જિયમ
(શુક્રવારે મધરાત બાદ 12:30)

ઇંગ્લેન્ડ વિ. નોર્વે
(શનિવારે મધરાત બાદ 2.30)

આર્જેન્ટિના વિ. સ્વિટઝરલૅન્ડ
(રવિવારે સવારે 6.30)