ન્યૂ યૉર્કઃ સ્પેને 2022ના વિજેતા આર્જેન્ટિનાને રવિવારે અહીં ફિફા (Fifa) વર્લ્ડ કપની ફાઇનલમાં 1-0થી હરાવ્યું એ પહેલાં એક તબક્કે સિલાસિલાબંધ ચોંકાવનારી ઘટના બની હતી જેમાં સુપરસ્ટાર લિયોનેલ મેસી (Messi)એ રેફરીને જે અપીલ કરી એમાં તેને સફળતા તો ન મળી, ઊલટાનું સોશિયલ મીડિયા પર તેની ટીકા થઈ હતી.
આર્જેન્ટિનાના સ્ટાર-મિડફીલ્ડર એન્ઝો ફર્નાન્ડેઝને બીજું યલો કાર્ડ બતાવવામાં આવતાં તેણે એ `રેડ કાર્ડ' બદલ મૅચમાંથી નીકળી જવું પડ્યું હતું અને આર્જેન્ટિનાની ટમી ગોલકીપર સહિત 11માંથી 10 ખેલાડીમાં ફેરવાઈ ગઈ હતી. થોડી જ વાર બાદ મેસીએ જાણે સ્પેનને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યું હોય એમ તેણે સ્પેનના માર્ક કુકુરેલા (Cucurella) વિરુદ્ધ રેફરીને અપીલ કરી હતી.

ફિફાનો નિયમ છે કે મૅચ દરમ્યાન કોઈ પણ ખેલાડી હરીફ પ્લેયર સાથે વાતચીત કરતી વખતે કે તેને કંઈક કહેતી વખતે પોતાના મોઢા પર હાથ ન રાખી શકે. જો કોઈ પ્લેયર આ નિયમનો ભંગ કરે તો રેફરી તેને રેડ કાર્ડ બતાવે છે જેનો મતલબ એ છે કે એ ખેલાડીએ તત્કાળ એ મૅચની બહાર થઈ જવું પડે.
સ્પૅનિશ ડિફેન્ડર કુકુરેલા મૅચની અંતિમ પળોમાં એક તબક્કે મેસીની નજીક આવ્યો હતો અને પોતાના મોં પર હાથ રાખીને તેને કંઈક કહ્યું હતું. મેસી અને તેના સાથીઓએ તરત જ રેફરીને ફરિયાદ કરી હતી કે કુકુરેલાએ નિયમ તોડ્યો છે. જોકે રેફરીએ રિવ્યૂ માટે વીડિયો અસિસ્ટન્ટ રેફરી (વીએઆર)નો સંપર્ક કર્યો હતો જેમાં વીએઆરના રેફરી એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે કુકુરેલા એવું કંઈ અભદ્ર કે અપમાનજનક નહોતો બોલ્યો કે તેને રેડ કાર્ડ બતાવવું પડે.
Messi Trying To Snitch On CUCURELLA here will Forever be funny 😂 pic.twitter.com/WfNNpcBV1q
— GoalAlert HQ ⚽️ 🥅 (@GoalAlertHQ) July 20, 2026
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફૂટબોલર વેઇન રૂનીએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું, `આર્જેન્ટિનાના ખેલાડીઓ આ રીતે જ રમતા હોય છે. ખેલદિલી જેવું તો હોવું જ જોઈએને. લિયોનેલ મેસી જેવા દિગ્ગજ ખેલાડીએ આવું કર્યું એ જોઈને મને બહુ દુઃખ થયું.'