Wed Jul 08 2026

Logo

'ટોક્સિક'નું પહેલું ગીત 'તબાહી' રિલીઝ: કિયારા અડવાણી સાથે જોવા મળી શાનદાર કેમેસ્ટ્રી

2026-07-08 19:36:10
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર યશની નવી ફિલ્મ 'ટોક્સિક'ની એક્ટ્રેસ અંગેની વિગત સામે આવ્યા બાદ, હવે નવું એક ગીત રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 'તબાહી' નામનું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત અનેક એવી ભાષામાં રિલીઝ કરાયું છે. આ ગીતમાં કિયારા અડવાણીનો એક અલગ અંદાજ,અને પાત્ર સાથેનું ક્નેક્શન દેખાઈ રહ્યું છે. ફિલ્મ ડાયરેક્ટર ગીતુ મોહનદાસની ફિલ્મ 'ટોક્સિક' 26 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. ત્રણથી ચાર વખત ડેટમાં ફેરફાર કર્યા બાદ ફાઈનલી આ ડેટ નક્કી કરવામાં આવી હતી. મેકર્સને ડર હતો કે, અન્ય કોઈ ફિલ્મની સાથે આ ફિલ્મ રિલીઝ થશે તો કમાણીમાં કોઈ ફેર પડી શકે છે. 

અલગ મૂડમાં દેખાશે સ્ટારકાસ્ટ

હવે આ ફિલ્મનું પહેલું ગીત આવી ગયું છે. આ ગીતમાં કિયારા અને યશ વચ્ચેની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આગીત હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં વિશાલ મિશ્રાએ કંઠ આપ્યો છે. ગીતના શબ્દ રાજ શેખરે લખ્યા છે. જ્યારે ગીતનું મ્યુઝિક વિશાલ, બિટુપોન બોરૂઆ, કંદર્પા, કલિતા અને ત્રિહંગકુ લહકરે તૈયાર કર્યું છે.

સમગ્ર ગીતમાં યશ અને કિયારા અલગ મૂડમાં દેખાઈ રહ્યા છે. આ ગીત પર 4 લાખથી વધારે લાઈક્સ આવી છે. ફિલ્મમાં નયનતારા, રૂક્મણી વસંત, તારા સુતરિયા અને હુમા કુરૈશી જેવા કલાકરો અલગ અંદાજમાં જોવા મળશે.આ તમામ એક્ટ્રેસનો રોલ શું છે અને પાત્ર કયું છે એ અંગે ખાસ કોઈ વિગત સામે આવી નથી. ગીતમાં સંગીત એકદમ થિયેટર્સ ઈફેક્ટ ફીલ કરાવે છે. ખાસ કરીને જ્યારે ગીતનો અંત થાય છે ત્યારે થિયેટર્સ જેવી ફીલ આપી જાય છે.

અલગ ફીલ અપાવશે

ગીતની શરૂઆતમાં ઈલેક્ટ્રિક ગીટાર વાગે છે અને પછી યશની એન્ટ્રી થાય છે. ડાર્ક બિયર્ડ અને મૂછના લૂકમાં યશની પર્સનાલિટી અલગ પડી રહી છે. ગીતની પાછળ એક વિન્ટેજ માહોલ જોવા મળે છે. લાંબી કાર અને એક યલો લાઈટમાં ગીત પ્લે થાય છે. ગીતમાં બેગ્રાઉડ કોરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે માત્ર એક શબ્દ પૂરતો મર્યાદિત છે.

એ પછી કિયારાનો એક અલગ લૂક જોવા મળે છે. જેમાં દર્શકો સિટી વગાડીને પોતાનું એક્ઝાઈટમેન્ટ દેખાડી રહ્યા છે, વિંગ્સ લૂકમાં એનો અલગ રંગ દેખાઈ રહ્યો છે. ગીતમાં કોઈ બોલ્ડ સીન નથી પણ ઈરોટ્કિસ કહી શકાય એવા નાના-નાના સીન ગીતને વધારે કામુક બનાવી દે છે. ડ્રોન શોટ અને દરિયાના સીન પાછળ વાગતું સંગીત અલગ ફીલ અપાવી જાય છે.