Wed Jul 08 2026

Logo

ઘાઘરા-ચોલી છોડીને સપના ચૌધરીનો ગ્લેમરસ અવતાર! તસવીરો જોઈ ચાહકો પણ ચોંકી ગયા

2026-07-08 22:35:21
Author: Mumbai Samachar Team
Article Image

Sapna Choudhary


મુંબઈઃ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્ટાર એક્ટ્રેસ, હરિયાણવી ડાન્સર સપના ચૌધરીનો નવો લૂક જોઈને ફેન્સ કોમેન્ટ કરવાથી રોકી નથી શકતા. દેશીગર્લ તરીકે જાણીતી સપના ચૌધરીનો બોલ્ડ લૂક સામે આવ્યો છે. ફેન્સ એના આ નવા લૂક પરથી પલક ઝપકાવતા નથી. પોતાના એક નવા ડ્રેસમાં એક્ટ્રેસે પોતાની એક તસવીર શૅર કરી છે. મોટાભાગના કેસમાં સૂટ, સાડી અને ટ્રેડિશનલ ઘાઘરા ચોલીમાં જોવા મળતી ડાન્સરનો બોલ્ડ લૂક સામે આવતા ફેન્સ ચોંકી ગયા હતા. કેટલાક ફેન્સની આંખ ચાર થઈ ગઈ હતી. ફેન્સ વારંવાર એની પ્રોફાઈલ જોઈ રહ્યા છે. એનો ગ્લેમરસ અંદાજથી અનેકને સરપ્રાઈઝ મળી હતી. 

બાળકો સાથે શિફ્ટ થઈ
સપના ચૌધરીએ તેના નવા ફોટામાં ડાર્ક બ્લૂ ડ્રેસ પહેર્યો છે જેમાં સુંદર નેકલાઇન જોવા મળી રહી છે. હાઇ-સ્લિટ ડ્રેસમાં તેના ટોન્ડ લેગ ફ્લોન્ટ કર્યા અને અનેક અદભુત પોઝ આપ્યા. બોલ્ડ લુકમાં, સમુદ્રની વચ્ચે ક્રુઝ પર ચમકી ગઈ હતી અને સીડી પર બેસીને મસ્ત પોઝ આપ્યા હતા. સપના ચૌધરીના બોલ્ડ લૂકથી ચાહકો મોહિત થઈ ગયા છે. કેટલાક તેને બ્યુટી ક્વીન તરીકે બિરદાવી રહ્યા છે તો કેટલાક તેના ફોટા પર દિલ અને ફાયરવાળા ઇમોજી આપી રહ્યા છે. સપનાએ બધાના દિલ જીતી લીધા છે. સપનાના અંગત જીવનની વાત કરીએ તો, તેનું લગ્નજીવન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. એક્ટ્રેસનો આરોપ છે કે, તેના પતિએ તેના પર અનેક વખત શારીરિક અત્યાચાર કર્યો છે અને જાહેર સ્થળોએ પણ અત્યાચાર ગુજાર્યો છે. પતિની હિંસાથી વ્યથિત થઈને, સપનાએ તેનું વૈવાહિક ઘર છોડી દીધું છે અને હવે તે તેના બાળકો સાથે તેના માતાપિતાના ઘરે રહેવા ગઈ છે.

વધુ એક વિડિયો વાયરલ 
થોડા સમય પહેલા એક કાર્યક્રમનો વિડિયો વાયરલ થયો હતો. જેમાં તે ભોજપુરી ગીત 'તેરી આખ્યા કા વો કાજલ, મને કરે સે કોઈ ઘાયલ' પર સાથી ડાન્સર સાથે સ્ટેપ કરી રહી છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો હતો.આ ગીતમાં તેણે વ્હાઈટ સાડી પહેરી હતી. કમરના સ્ટેપ જોઈને ફેન્સે દમદાર કોમેન્ટ કરી રહ્યા હતા. એના આ પર્ફોમન્સની અનેક રીલ્સ બની છે ફેન્સ આ રીલ્સને જોરશોરથી ફોરવર્ડ કરી રહ્યા છે. આ ડાન્સ જોયા બાદ લોકો તેને એક્સપ્રેસન ક્વિન ગણાવી રહ્યા છે. ફેસબુક પર વિડિયો સેક્શનમાં સપના ચૌધરી તેરી આખ્યા કા વિડિયો સૌથી વધુ સર્ચ થયેલો છે.