Wed Jul 08 2026

Logo

હવે Google AI તમારા ડેટાને વિદેશ નહીં મોકલે! આખરે કંપનીએ કેમ લીધો આ મોટો નિર્ણય?

2026-07-08 22:24:41
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દેશમાં સતત અને સખત રીતે વધી રહેલા એઆઈના ઉપયોગને ધ્યાને લઈને ટેક જાયન્ટ કંપની ગૂગલે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત સૌથી વધારે સિક્યોરિટી ડેટાની રહેવાની છે, જોકે હકીકત એ પણ છે કે, દુનિયાભરના એઆઈ ટુલ્સ અંગે હજું કોઈ સત્તાવાર માહિતી નથી અને ડેટા પ્રોસેસિંગને લઈને જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે ગૂગલે પોતાના ટુલ્સ મુદ્દે ડેટા પ્રોસેસિંગ અંગે મોટો નિર્ણય લીધો છે.આનો ફાયદો દેશની અનેક એવી કંપનીઓને થવાનો છે જે ક્લાઉડના માધ્યમથી ગૂગલના જુદા જુદા ટુલ્સનો ઉપયોગ કરી રહી છે. ગૂગલ ક્લાઉડે એલાન કર્યું છે કે, ભારતના AI ઑપરેશનમાં ધરખમ પરિવર્તન આવી રહ્યું છે. 

અધિકારીએ સમજાવી વિગતવાર વાત
એક ખાસ મુલાકાતમાં ગૂગલ ક્લાઉડના CEO થોમસ કુરિયને કહ્યું હતું કે, હવે લેટેસ્ટ AIનો ડાયરેક્ટ ઉપયોગ શક્ય છે. ભારતમાં હાલમાં જે AI નું આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આનાથી ફાયદો એ થશે કે, કંપનીઓનો પોતાનો ડેટા હવે AI પ્રોસેસિંગ માટે દેશની બાહર નહીં જાય, દેશની અંદર જ AIનો પ્રોસેસ ડેટા રહેશે. આવું શક્ય એટલા માટે છે કારણ કે, AIની ભારતને લઈને ડેટા પ્રોસેસિંગની મર્યાદા નક્કી કરવામાં આવી રહી છે. ગ્લોબલ ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં થઈ રહેલા મોટા ફેરફારના સંકેત તરીકે આ પગલાં જોવામાં આવી રહ્યું છે. જેમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું લોકેશન પણ AI ના ડેટા પ્રોસેસિંગ માટે એટલા જ જરૂરી છે. AI મોડેલ પણ સ્વદેશમાં ઓપરેટ થશે અને એમાં ઈનપુટ કરવામાં આવતો ડેટા પણ વિદેશમાં પ્રોસેસ થવા માટે નહીં જાય. ગૂગલની આ પ્રકારની જાહેરાતથી એટલું જાણી શકાયું છે કે, હવે કંપની ભારતમાં AIનો ઝંડો ફરકાવી શકે છે.

મોડ્યુલની નોંધ લેવાશે
AI પ્રોડક્ટ અને ડેટા પ્રોસેસિંગને ધ્યાને લેતા ભારત માત્ર એક માર્કેટ નથી પણ એક રણનીતિક AI મોડ્યુલ તરીકે પણ ધ્યાને લેવાઈ રહ્યું છે. આનાથી ભારતીય દિગ્ગજ કંપનીઓને ફાયદો થવાનો છે. ખાસ કરીને ડેટા પ્રોસેસિંગને લઈને જે જોખમ તોળાઈ રહ્યું હતું એ હવે ઓછું થયું છે. દેશમાંથી ઈનપુટ કરાયેલા ડેટાનું પ્રોસેસિંગ AIના માધ્યમથી દેશમાં જ થશે. કંપનીના ઉચ્ચ અધિકારીએ પોતાની વાત આગળ કરતા જણાવ્યું કે, AIના લેટેસ્ટ મોડ્યુલ અતિ આધુનિક સુવિધાઓ લઈને આવી રહ્યા છે. જેથી ભારતમાં જે હાલમાં મશીનો છે જેના પર કામ ચાલુ છે એની સર્વિસ વધારી શકાય. અત્યાર સુધી કોઈ ભારતીય કંપની ગૂગલ ક્લાઉડના માધ્યમથી જેમીનીનો ઉપયોગ કરી રહી હતી. પણ હવે અસલ AI ઈન્ફરેન્સ પ્રોસેસ હંમેશા ભારતની અંદર જ થાય એવું જરૂરી ન હતું. અનેક એવા કેસમાં સર્વિસ કેવી રીતે ડિપ્લોય કરવી અને મોડલ ક્યા પ્રાપ્ય છે એના આધારે રિક્વેસ્ટની પ્રોસેસ થતી.

દેશને થશે ફાયદો
પછી અન્ય ગૂગલ ક્લાઉડ રીજીયનમાં પ્રોસેસ માટે જઈ શકે એમ હતું, કસ્ટમર ભારતમાં હોય પણ મોડલ જરૂરી નથી કે એ ચાલી રહ્યું હોય. અધિકારીની આ મોટી અને મહત્ત્વની જાહેરાતથી AIને લગતા ઘણા સમીકરણો બદલી રહ્યા છે. ગૂગલ કંપનીએ પોતાના લેટેસ્ટ જેમીની મોડલ અને AI એજન્ટ બનાવવા માટે પોતાના પ્લેટફોર્મ, જેમીની ઈન્ટરપ્રાઈસ તથા ભારતમાં રહેલા હાલના આઈટી AI ઈન્ફ્રાસ્ટ્રચર પર લાગુ કરવાના મૂડમાં છે. આનો હેતુ ભારતમાં હોસ્ટ માટે નવના મોડલ તથા ડેટા સાથે લોકલ પ્રોસેસિંગ સક્ષમતાને વિકસાવવાનો છે. ભારતીય બેંક, ટેલિકોમ, ટોલિકોમ ઑપરેટર, હેલ્થકેર પ્રોવાઈડર અથવા સરકારી વિભાગ પોતાનો ડેટા દેશની જ સિસ્ટમમાં રાખી શકશે. દેશ અને દુનિયામાં AIને લઈને ગાળકાપ સ્પર્ધા ચાલી રહી છે એવામાં ગૂગલે આ પગલું ભર્યું છે. દુનિયાભરની સરકાર હવે આ વાતને લઈને વધારે સંવેદનશીલ થઈ ગઈ છે કે, એમના દેશનો ડેટા ક્યાં પ્રોસેસ થા છે? દેશમાં કે દેશની બાહર?

ગૂગલનો મોટો પ્રયોગ
નિયમનકારી ક્ષેત્રોમાં કંપનીઓ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે, સંવેદનશીલ ડેટા ક્યારેય રાષ્ટ્રીય સરહદો છોડતો નથી. AIની જે તે રીક્વેસ્ટ દેશની બહાર પ્રક્રિયા કરવામાં આવતી નથી. રાષ્ટ્રોએ AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક્સ અથવા ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી વ્યૂહાત્મક સંપત્તિ તરીકે જોવાનું શરૂ કર્યું હોવાથી આ ચર્ચા વધુ તીવ્ર બની. કુરિયને જણાવ્યું હતું, કે ગૂગલ ડિજિટલ અભિગમ પ્રત્યેની તેની તૈયારીઓ મજબૂત બનાવી રહ્યું છે, જેનો સીધો ફાયદો પહેલા આઈટી કંપનીઓને થવાનો છે. ખાસ કરીને ભારતમાં રહેલી કંપનીઓ જે ગૂગલ ક્લાઉડ થકી ટુલ્સનો ઉપયોગ કરી રહી છે એના ડેટા હવે બીજા દેશમાં પ્રોસેસ માટે જવાના નથી.