Sat Nov 07 2026

Logo

આજે સર્જાયો શક્તિશાળી ત્રિગ્રહી યોગ, ચાર રાશિના જાતકોના પર થશે અપરંપાર ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-11-03 16:27:42
Author: Darshana Visaria
આજે સર્જાયો શક્તિશાળી ત્રિગ્રહી યોગ, ચાર રાશિના જાતકોના પર થશે અપરંપાર ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આકાશ મંડળમાં ગ્રહોના રાશિ પરિવર્તન અને યુતિથી રચાતા યોગ અત્યંત પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવા શુભ કે અશુભ યોગોની સીધી અસર તમામ જાતકોના જીવન, આર્થિક સ્થિતિ અને કરિયર પર પડતી હોય છે. પંચાંગ ગણતરી મુજબ આજે એટલે કે ત્રીજી  નવેમ્બરે ચંદ્રદેવે સિંહ રાશિમાં પ્રવેશ કરતાં જ એક શક્તિશાળી ‘ત્રિગ્રહી યોગ’નું નિર્માણ થયું છે.

સિંહ રાશિમાં ચંદ્રમા, દેવગુરુ બૃહસ્પતિ અને કેતુની યુતિથી રચાયેલો આ દુર્લભ યોગ કેટલીક રાશિઓ માટે વિશેષ ફળદાયી અને રાજયોગ સમાન સાબિત થવા જઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી અનુસાર આ ત્રિગ્રહી યોગના પ્રભાવથી મુખ્ય ચાર ભાગ્યશાળી રાશિઓને અણધાર્યો આર્થિક લાભ, કરિયરમાં પ્રમોશન અને અટકેલા કાર્યોમાં સફળતા મળશે.ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...

મેષઃ

મેષ રાશિના જાતકો માટે આ ગોચર અત્યંત શુભ અને લાભકારી સાબિત થશે. ઘણા સમયથી કોઈ જગ્યાએ અટવાયેલા કે ફસાયેલા પૈસા અચાનક પરત મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. ભૂતકાળમાં શેર્સ, મ્યુચ્યુઅલ ફંડ કે જમીનમાં કરેલા રોકાણમાંથી અણધાર્યો મોટો નફો મળી શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ કે તીર્થયાત્રાનો પ્લાન બનશે. બિઝનેસમાં કોઈ મોટો પ્રોજેક્ટ કે સફળતા મળશે.

સિંહ: 

સિંહ રાશિમાં જ આ ત્રિગ્રહી યુતિ બની રહી હોવાથી જાતકોના આત્મવિશ્વાસ અને પ્રભાવમાં જબરદસ્ત ઉછાળો આવશે. સમાજ અને કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે. પાંચમી નવેમ્બર સુધીનો સમય તમારા માટે વિશેષ શાનદાર રહેશે. લાંબા સમયથી અટવાયેલા સરકારી કે ખાનગી કામો ઝડપથી પૂરા થશે. પૈતૃક સંપત્તિ કે વારસામાંથી મોટો આર્થિક લાભ મળવાની આશા છે. કાર્યસ્થળે ઉપરી અધિકારીઓ તમારા કામની મુક્ત કંઠે પ્રશંસા કરશે. 

વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ વ્યાપારિક દ્રષ્ટિએ વરદાનરૂપ સાબિત થશે. પાર્ટનરશિપ (ભાગીદારી) માં ચાલતા કારોબારમાં મબલક નફો થશે અને કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. આવકના નવા સ્રોત ઊભા થવાથી બેંક બેલેન્સમાં સુધારો થશે. પરિવારમાં સભ્યો વચ્ચે સુમેળ અને પ્રેમ વધશે, જેનાથી માનસિક શાંતિ મળશે. તમારા નિર્ણય લેવાની ક્ષમતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

ધનઃ

ધન રાશિના જાતકોને દરેક પગલે નસીબનો પૂરો સાથ મળશે. જે કામોમાં અત્યાર સુધી નિષ્ફળતા મળતી હતી તે હવે સરળતાથી પાર પડશે. નોકરી કરતા જાતકો માટે પ્રમોશન અને પગારવધારાના શુભ યોગ બની રહ્યા છે. નવી નોકરી શોધી રહેલા લોકોને પ્રતિષ્ઠિત કંપનીમાંથી ઓફર મળી શકે છે. કામકાજ કે ધંધાર્થે કરેલી લાંબા અંતરની યાત્રાઓ અત્યંત લાભદાયી અને સફળ સાબિત થશે, જેનાથી આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ બનશે.