Thu Jul 09 2026

Logo

ખામેનેઈની દફન વિધિ પહેલા અમેરિકાએ ઈરાન પર વરસાવી મિસાઇલો, ત્રણ શહેરોને કર્યા ટાર્ગેટ

Tehran   2026-07-09 08:57:00
Author: Vimal Prajapati
Article Image

તહેરાનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. અમેરિકન વાયુસેનાએ ફરીએ ઈરાનના અનેક મુખ્ય સ્થાનો પર મિસાઈલો છોડી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાએ ઈરાનના ચાબહાર, બુશહરસ અને બંદર અબ્બાસમાં મિસાઈલ હુમલો કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આજે ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈની અંતિમ યાત્રા મશહદ પહોંચી તે સમયે આ હુમલો કરવામાં આવ્યો છે. આજે ખામેનેઈને દફન કરવામાં આવશે, તે પહેલા જ અમેરિકાએ ફરી યુદ્ધ શરૂ કરી દીધું છે.

ખામેનેઈની અંતિમ યાત્રા વખતે અમેરિકાએ વરસાવી મિસાઈલો

રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાએ જે શહેરો પર હુમલો કર્યો છે, તેમાં ચાબહાર અને બુશહર એ મશહદથી આશરે 1200 કિમી દુર આવેલા છે. પરંતુ અંતિમ યાત્રા દરમિયાન હુમલો થયો છે તો આ મામલો વધારે ઉગ્ર બની શકે છે. અત્યારે ઈરાન અને અમેરિકા યુદ્ધની ચરમસીમાએ પહોંચી ગયાં છે. થોડી વખત પહેલી યુદ્ધ વિરામ માટે સમજૂતી કરાર થયો હતો, પરંતુ આ હુમલા પછી શાંતિ રહે તેવું લાગતું નથી. હવે ઈરાન પણ આનો જવાબ આપશે તેવું નિષ્ણાતો માની રહ્યાં છે.
 

અમેરિકાએ શા માટે ઈરાન પર હુમલો કર્યો?

અમેરિકન સેનાના કહ્યાં પ્રમાણે, આ હુમલાનો ઉદ્દેશ હોર્મુઝ સ્ટ્રેનમાંથી પસાર થયા જહાજોને સુરક્ષિત કરવાનો અને ઈરાને કમજોર કરવાનો છે. એટલું જ નહીં પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિની છેલ્લા નિવેદન પછી હવે યુદ્ધની આશંકા વધારે પ્રબળ બની રહી છે. અમેરિકન ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘ઈરાન માત્ર એક અઠવાડિયા સુધી જ સારૂ રહે છે, જો અમારા જહાજો પર હુમલો કરશે તો અમે તેને તબાહ કરી નાખીશું’. આ યુદ્ધ માટે અમેરિકાની ઈરાનને ચોખ્ખી ધમકી છે. 

 

ચોંકાવનારી વાત એ પણ છે કે, ઈરાને અમેરિકાના આરોપને ખોટા કહ્યાં છે. યુદ્ધ વિરામનો ભંગ અમેરિકા દ્વારા જ કરવામાં આવ્યો હોવાનો ઈરાને આરોપ પણ લગાવ્યો છે. મોહમ્મદ બાઘેર ગાલિબાફે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ટ્રમ્પનું પ્રશાસન શરૂઆતથી જ આ શરતોનો ભંગ કરતું આવ્યું છે. જેથી અમારે મજબૂરીમાં જવાબો આપવા પડ્યાં છે. અમેરિકા દબાણ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે, પરંતુ તેના થઈ તેને કોઈ પ્રાપ્ત થવાનું નથી, અમે (ઈરાન) હાર માનવાના નથી’.