Fri Sep 04 2026

Logo

ઈરાને ચેતવણી આપી, કહ્યું અમેરિકાને મદદ કરશે તેને પરિણામ ભોગવવા પડશે

Tehran   2026-07-08 18:36:41
Author: Chandrakant Kanoja
ઈરાને ચેતવણી આપી, કહ્યું અમેરિકાને મદદ કરશે તેને પરિણામ ભોગવવા પડશે

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ થવાના સંકેત મળી રહ્યા છે. જેમાં અમેરિકાના ઈરાન પર હુમલા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામ સમાપ્ત થયાના નિવેદન બાદ ચિંતા વધી છે. જયારે બીજી તરફ ઇરાને ખાડી દેશોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે પણ અમેરિકાને મદદ કરશે તેને પરિણામ ભોગવવા પડશે. 

દેશે પરિણામ ભોગવવા પડશે

આ અંગે ઈરાનના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે જણાવ્યું છે કે જો ઈરાની સાર્વભૌમત્વ વિરુદ્ધ આક્રમણમાં અમેરિકાની સેનાને કોઈપણ દેશ તરફથી મદદ મળશે તો દેશે પરિણામ ભોગવવા પડશે. 

હું હવે તેમની સાથે કોઈ સોદો કરવા માંગતો નથી

જેમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ  જહાજો પર થયેલા હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે ઈરાન સાથેની સમજૂતી સમાપ્ત થઈ છે. તુર્કીમાં નાટો સમિટ દરમિયાન બોલતા, ટ્રમ્પે કહ્યું હું હવે તેમની સાથે કોઈ સોદો કરવા માંગતો નથી. તે ખોટા લોકો છે તેમજ  તેમની સાથે વાત ચાલુ રાખવી એ સમયનો બગાડ છે. 

ઇરાને વળતો  જવાબ આપવાની ચેતવણી આપી

ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા નવા હુમલાઓ બાદ  અને ઇરાને વળતો  જવાબ આપવાની ચેતવણી આપી છે. ઈરાની સંસદના એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું હતું કે અમેરિકાએ હોર્મુઝમાં ઈરાનની નવી વ્યવસ્થાને માન્યતા આપવી જોઈએ.

અમેરિકાના હુમલામાં એકનું મોત બે ઘાયલ 

ઈરાની અધિકારીઓએ જણાવ્યું છે કે ખુઝેસ્તાન પ્રાંતના ઘણા વિસ્તારોમાં અમેરિકાના હુમલાઓથી પ્રભાવિત થયા હતા. જેમાં એકનું મૃત્યુ થયું હતું અને બે ઘાયલ થયા હતા. આ હુમલાઓમાં દક્ષિણ પશ્ચિમ પ્રાંતના શહેરો મહશહર, ઇમામ ખોમેની બંદર અને હમીદીહમાં અનેક સ્થળોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા.