Fri Aug 21 2026

Logo

LPG ગેસ સંક્ટને લઈને સરકારનું ચોંકાવનારું નિવેદન: વૈકલ્પિક વ્યવસ્થા અને સ્ત્રોત વિચારી લો...

2026-03-20 18:56:20
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતને પણ થઈ રહી છે. દેશમાં તોળાઈ રહેલા LPG ગેસ સંક્ટને સરકારે ગંભીરતાથી લઈ હવે સ્થિતિ ગંભીર ગણાવી દીધી છે. સપ્લાય ચાલુ છે અને ઉતાવળે થતાં બુકિંગ પણ ઘટી ગયા છે પણ હવે સરકારે નવી સ્પષ્ટતા કરી છે કે વૈકલ્પિક વિકલ્પો પર વિચાર કરવો અનિવાર્ય છે. 

ઈરાન ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સતત 20 દિવસ પૂરા થયા છે. આ દરમિયાન હોર્મુન સ્ટ્રેટમાંથી ક્રૂડ અને ગેસના 9 જહાજ પસાર થઈ ચૂક્યા છે. માત્ર ભારતમાં જ નહીં દુનિયાના બાકી દેશોમાં પણ ખાસ કરીને એશિયામાં LPG ગેસની કટોકટી ઊભી થઈ છે. 

સરકારના સચિવની ચોંકાવનારી જાહેરાત
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયનાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે LPG ગેસના સ્ટોકને લઈને પરિસ્થિતિ ગંભીર છે. સરકાર દરેકને LPG ગેસ મળી રહે એ પ્રકારના પ્રયાસ કરી રહી છે. ડૉમેસ્ટિક ગ્રાહકો માટે 100 ટકા LPG ગેસ આપવો શક્ય છે છતાં પરિસ્થિતિ ચિંતાજનક છે. ઉતાવળે થતાં બુકિંગ ઘટી ગયા છે પણ લોકોને અપીલ કરૂ છું કે, અફવા પર ધ્યાન ન આપે અને જરૂરિયાત પ્રમાણે જ બુકિંગ કરે. LPG ગેસની ગંભીર સ્થિતિને લઈને સપ્લાય ખોરવાઈ નહીં એવા પ્રયાસ થઈ રહ્યા છે. લોકોને અપીલ કરૂ છું કે, તેઓ ફ્યુલના વૈકલ્પિક સ્ત્રોતના ઉપયોગ પર વિચારણા કરે. ઉતાવળે કોઈ ખરીદી ન કરે. સરકારે કાળા બજારી અને સ્ટોક કરી રાખતા લોકો સામે કડક પગલાં લીધા છે. 

અનેક રાજ્યોમાં દરોડા
દેશના અનેક રાજ્યમાં દરોડા પાડવામાં આવ્યા છે. 4500થી વધારે જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. હવે LPG ગેસની સપ્લાય યોગ્ય રીતે થાય એ સરકારનું પ્રાધાન્ય છે. આ સિવાય સરકારની પ્રાથમિકતા ભારતમાં રહેલી કંપનીઓમાં LPG ગેસનું ઉત્પાદન વધારવાની છે. સરકારે કંપનીઓને પણ LPG ગેસનું ઉત્પાદન વધારવા માટેના આદેશ આપ્યા છે. રિપોર્ટ અનુસાર ડૉમેસ્ટિક ઉત્પાદન 40 ટકા સુધી પહોંચ્યું છે જેમાં LPG ગેસ પહેલાક્રમે છે. ઉત્પાદન વધતા આયાત પર નિર્ભરતા ઘટશે એ નક્કી છે.