(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ભક્તકવિ નરસિંહ મહેતાના વતન જૂનાગઢમાં તેમના નામે બનેલું સરોવર નવા વાઘા સાથે સજ્જ થયું છે અને હવે તંત્રને તેના ઉદ્ઘાટનનું મૂહુર્ત પણ મળી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. ઘણી પ્રતીક્ષા બાદ નરસિંહ મહેતા સરોવર 28મી જાન્યુઆરીના રોજ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના હાથે ખુલ્લુ મૂકવામા આવશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
સુશોભિકરણનું કામ પૂરું થતા હવે જાહેર જનતા માટે આ નવું આકર્ષણ ખૂલ્લુ મૂકવામાં આવશે. લગભગ રૂ. 68 કરોડના તોતિંગ ખર્ચે તૈયાર થયેલું આ નવું સરોવરમાં વોકિંગ ટ્રેક, લાઈટિંગ, અને બેઠક વ્યવસ્થા સહિતની અનેક આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. લગભગ ત્રણ વર્ષ બાદ આ સરોવરે ફરી લોકો આનંદ માણી શકશે.
જૂનાગઢ આમ પણ પર્યટકોમાં પ્રિય છે અને આ સરોવર હવે જૂનાગઢના આકર્ષણોમાં વધારો કરશે. ગિરનાર, ગિરનાર રોપ વે, ઉપરકોટ, સકકરબાગ સહિતના સ્થળો સાથે હવે અહીં સરોવર પણ લોકો માટે વધારાનું ફરવાનું સ્થળ બની રહેશે, તેમ તંત્રએ જણાવ્યું હતું.
હાલમાં અહીં મુખ્ય પ્રધાનની મુલાકાતની તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
CMO Gujarat