મુંબઈઃ IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2026ની ટુર્નામેન્ટ હવે અંતિમ તબક્કામાં છે. પ્લેઓફ ક્વોલિફિકેશન અને ફાઈનલને લઈને પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે એક ભવિષ્યવાણી કરી છે. તેમણે જણાવ્યું કે, પંજાબ કિંગ્સ સારૂ રમી રહી છે અને પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરશે. પછી ફાઈનલ પણ રમશે. રાજસ્થાન અને મુંબઈ વચ્ચેની મેચમાં રાજસ્થાનની ટીમ હારી જશે મુંબઈ ઈન્ડિયન જીતશે. પંજાબ કિંગ્સ પોતાની આગામી મેચ લખનઉ સામે રમશે. આ મેચમાં પંજાબ જીતશે અને પ્લેઓફમાં જશે. પંજાબ કિંગ્સ માત્ર ક્વોલિફાઈ જ નહીં કરે પણ ફાઈનલ પણ રમશે.
હૈદરાબાદ માટે મુશ્કેલ છે
ગુજરાત અને ચેન્નઈ સુપરકિંગ્સની મેચ બાદ ક્રિકેટમેચના એક શૉમાં તેમણે વાત કરતા કહ્યું હતું કે, મને એવું લાગે છે કે, આરસીબી અને જીટી ટોપ-2માં ફિનિશ કરશે. પહેલો ક્વોલિફાયર મેચ આ બન્ને વચ્ચે જ રમાશે. હૈદરાબાદ માટે આટલા મોટા માર્જિનથી ટોપ ક્લાસ ટીમની સામે જીતવું કઠિન છે.
87 રનથી વધારે રનના અંતરથી હાર્યા બાદ આરસીબીએ પોતાનું પર્ફોમન્સ સુધારવું પડશે. આ માટે તમે ટોપ-2 ટીમ તરીકે એમને પસંદ ન કરી શકો. મને એવું લાગે છે કે ક્વોલીફાયર મેચ આરસીબી અને જીટી વચ્ચે જ રમાશે. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ફાઈનલ પણ આ બન્ને ટીમ વચ્ચે જ રમાશે? ત્યારે તેમણે કહ્યું કે, હું તો પહેલાથી જ લાલ ઝંડો લઈને ફરી રહ્યો છું અને પંજાબને સમર્થન આપી રહ્યો છું.
હું આરસીબીનો ફેન્સ છું
પંજાબ કિંગ્સને મારૂ સમર્થન છે. આ ટીમે જેટલા પોઈન્ટ લીધા હતા એટલા પરત આપ્યા. અહીંયાથી તેઓ જીતશે અને મને આશા છે કે, દરેક ક્ષણ એમના ફેવરમાં હોય. રાજસ્થાન રોયલ્સ હવે આગામી મેચ હારી જશે.પંજાબ કિંગ્સ ક્વોલિફાય આવશે અને અવશ્ય આવશે. વસીમ જાફર એવું માને છે કે, આ ટીમ ફાઈનલમાં આવશે.
વસીમ જાફર એક સમયે પંજાબ કિંગ્સના કોચ તરીકે રહી ચૂક્યા છે. વસીમે ઉમેર્યું કે, હું આરસીબીનો ફેન છું, આ ટીમમાંથી મેં પણ મેચ રમી છે. આ ટીમ પ્રત્યે મને હંમેશા એક સોફ્ટ કોર્નર રહ્યો છે. મને એવું લાગે છે કે, પંજાબ ખરેખર આ વર્ષની સૌથી સારી ટીમ છે. વચ્ચે થોડું પર્ફોમન્સ બગડ્યું હતું પણ હવે એનો સમય બદલ્યો છે.