Fri May 22 2026

Logo
IPL 2026:

IPL: બેંગલૂરુ સામે હૈદરાબાદની તોફાની બેટિંગ, 255 રનનો પડકારજનક સ્કોર કર્યો

2026-05-22 22:03:13
Author: Kshitij Nayak
Article Image

હૈદરાબાદ: આજની મેચ (IPL)માં હૈદરાબાદ અને બેંલુરુ વચ્ચે ફરી ઈશાન કિશનની ધમાકેદાર બેટિંગથી હૈદરાબાદને પડકારજનક સ્કોર કરવામાં સફળ રહ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 255 રન ફટકાર્યા હતા. આ ઇનિંગમાં ઇશાન કિશને સૌથી વધુ 79 રન કર્યા હતા. અભિષેક શર્માએ 56 રન ફટકારી મજબૂત શરૂઆત અપાવી હતી. હેનરિક ક્લાસેને પણ 51 રન ફટકાર્યા હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ પહેલી વિકેટની 45 રનની ભાગીદારી નોંધાવી હતી. રસિક સલામે ટ્રેવિસ હેડ (26) ને આઉટ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. હેડના આઉટ થયા પછી પણ અભિષેક શર્માએ આક્રમક બેટિંગ યથાવત રાખી અને માત્ર 20 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. 

સ્પિનર સુયશ શર્માએ અભિષેકને આઉટ કર્યો. અભિષેકે 22 બોલમાં 56 રન કર્યા હતા. જેમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે.
અહીંથી હેનરિક ક્લાસેન અને ઇશાન કિશને ત્રીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી નોંધાવી, જેના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ મોટા સ્કોર સુધી પહોંચ્યું હતું. 

આરસીબી તરફથી રસિક સલામે બે વિકેટ લીધી જ્યારે કૃણાલ પંડ્યાએ એક વિકેટ લીધી હતી.