Sat Aug 29 2026

Logo

નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થયેલી 'ધુરંધર'માં જાણી લો નવું શું છે? રનટાઈમ સરખો પણ ફેરફાર મોટો છે

2026-05-22 22:31:38
Author: Mumbai Samachar Team
નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થયેલી 'ધુરંધર'માં જાણી લો નવું શું છે? રનટાઈમ સરખો પણ ફેરફાર મોટો છે

મુંબઈઃ રણવીરસિંહની ફિલ્મ 'ધુરંધર' ફરી એકવાર ચર્ચામાં છે. થિયેટર્સમાં હિટ રહ્યા બાદ હવે આ ફિલ્મ ઓટીટી પર સ્ટ્રિમ થઈ ગઈ છે. નેટફ્લિક્સ પર આ ફિલ્મ સ્ટ્રિમ થઈ છે, જે રૉ અને અનકટ વર્ઝન સાથે મૂકવામાં આવી છે. દર્શકો એવું માની રહ્યા હતા કે, જે સીન પર સેન્સરબોર્ડ દ્વારા કાતર મૂકવામાં આવી છે એ સીન ફરીથી જોવા મળશે. પણ એવું બન્યું નથી.મેકર્સે એવું એલાન કર્યું હતું કે, ફિલ્મ જ્યારે ઓટીટી પર આવશે એ સમયે એ રો પ્રિન્ટ હશે અને અનકટ રહેશે. આ માટે થઈને દર્શકો ઘણા એક્ઝાઈટેડ હતા.નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થયા બાદ દર્શકોની આશા પર પાણી ફરી વળ્યું છે. 

બન્ને ભાગ થયા સુપરહિટ

ફિલ્મના બન્ને ભાગ સુપરહિટ રહ્યા છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર કમાણીની સુનામી લાવી દીધી હતી. હવે આ ફિલ્મ ઓટીટી પર સરળતાથી જોઈ શકાય છે. આવનારા દિવસોમાં ફિલ્મનો બીજોભાગ પણ સ્ટ્રિમ કરી દેવાશે. ખાસવાત એ છે કે, આ ફિલ્મને બે-બે ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રિમ કરવામાં આવી છે. નેટફ્લિક્સ અને હોટસ્ટાર પર. 22 મેના રોજ 'ધુરંધર' ફિલ્મની રૉ અને અનકટ પ્રિન્ટ સ્ટ્રિમ કરવામાં આવી હતી. નેટફ્લિકસ પર તે જોઈ શકાય છે.ફિલ્મના પહેલાના વર્ઝન અને નવા વર્ઝનમાં ફેરફારની વાત કરવામાં આવે તો ફિલ્મનો રનટાઈમ સરખો જ છે. બદલાવ માત્ર એટલો છે કે, ફિલ્મમાં ગાળો મ્યુટ કરવામાં નથી આવી. જે ડાયલોગ થિયેરર્સમાં બીપ અવાજ સાથે આવતા એ હવે વગર બીપ સાથે સાંભળી શકાય છે. 

ઈન્ટરનેશનલ ઓડિયન્સ માટે ખાસ

લોકો હવે આ ફિલ્મના બીજાપાર્ટની પણ રાહ જોઈ રહ્યા છે. વિદેશમાં ફિલ્મનો બીજોભાગ ઓટીટી પર સ્ટ્રિમ કરી દેવાયો છે પણ ભારતમાં 4 જૂનના રોજ જિયો હોટસ્ટાર પર બીજોભાગ સ્ટ્રિમ કરવામાં આવશે.નેટફ્લિકસ પર બીજોભાગ સ્ટ્રિમ થઈ ચૂક્યો છે પણ તે માત્ર ઈન્ટરનેશનલ ઓડિયન્સ માટે જ છે. કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈન્ટરનેશનલ નેટફ્લિક્સના વર્ઝનમાં વધારે બ્રુટલ સિન સાથે એક્સ્ટ્રા એક્શન ફૂટેજ મૂકવામાં આવ્યા છે.