Fri May 22 2026

Logo

માધુરી દીક્ષિતની ફિલ્મનું આખરે ટ્રેલર રીલિઝ, ક્રાઈમ-કોમેડી  અને ડ્રામા વચ્ચે ચોંકાવનારૂ સસ્પેન્સ ખુલશે

2026-05-22 21:32:03
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ 'મા બહેન'નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. ટ્રેલરમાંથી સ્ટોરી શું છે અને ફિલ્મનો વિષય શેના પર છે એનો સરળતાથી અંદાજો લગાવી શકાય છે. ક્રાઈમ કોમેડી સાથે ડ્રામા ફિલ્મમાં માધુરીનો એક નવો અવતાર જોવા મળી રહ્યો છે. એકદમ દેશી ફીલ થાય એવું ટ્રેલર છે જ્યારે સંવાદ પણ ચોંકાવનારા છે. આ ફિલ્મમાં માધુરી સાથે તૃપ્તિ ડિમરી લીડ રોલ પ્લે કરી રહી છે. ઘરમાંથી લાશ મળી છે અને પછી જે થાય છે એના પર સમગ્ર ફિલ્મ દર્શકોને છેક સુધી બેસાડી રાખે છે. 

વાર્તા કંઈક આવી છે

ટ્રેલરની શરૂઆત ઘણી સામાન્ય છે. જયા, રેખા અને સુષ્માની વાર્તામાં અજાણ્યા વ્યક્તિની લાશ ક્યાંથી એવી એના પર બધાના વિચારો અટકે છે. અવ્યવસ્થિત મા-દીકરી વચ્ચેના સંવાદમાં મજેદાર વાત એ છે કે, દર વખતે ડાયલોગ ડિલેવરીમાં નવીતા જોવા મળી રહી છે. ખાસ કરીને માધુરીના કેસમાં આ વાત ખરેખર ફેન્સને ચોંકાવી દેશે. વાર્તા આ ત્રણેય પાત્રની આસપાસ ફરે છે. કિચનથી કોમેડી સુધી અને અંતે ક્રાઈમ સુધીની વાત સામે આવતા હડકંપ મચી જાય છે. પાડોશીઓને આશંકા જાય છે અને પછી દેકારા વીથ ડ્રામા. 2.45 મિનિટના ટ્રેલરમાં ડ્રામા, કોમેડી અને પરિવાર વચ્ચે તકરાર દેખાડવામાં આવી છે. 

ફિલ્મનો ટર્નિંગ પોઈન્ટ

ઈમોશન ક્નેક્ટ એવું છે કે, જ્યારે રેખા એક ફોન કરે છે ટ્રેલરમાં પરિસ્થિતિ પલટે છે. હકીકતમાં ફિલ્મમાં પણ આવું જ થતું હશે એ સરળતાથી અનુમાન લગાવી શકાય છે. સામાન્ય રીતે ટ્રેલરમાંથી કોઈ ફિલ્મનો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય નહીં પણ અહીંયા આ વાતને સરળતાથી કલ્પી શકાય છે. અંબડેટિયા એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ સુરેશ ત્રિવેણીના ડાયરેક્શનમાં બની છે. ટ્રેલર લૉંચ પ્રસંગે ડાયરેક્ટરે કહ્યું હતું કે, મા બહેનની આસપાસ સમગ્ર વાર્તા ફરે છે પણ અમે એક એવી સ્ટોરી લાવવા માગતા હતા જે મનોરજંક હોય અને સંબંધને યાથર્થ કરતી હોય. ફિલ્મમાં એક એવા પરિવારની વાર્તા છે જેમાં બે દીકરીઓ છે, સતત ઝઘડે છે પણ જ્યારે ઘરમાં જ કાંડ થાય છે ત્યારે કેવી રીતે રસ્તો કરે છે એની આ વાત છે. ફિલ્મમાં જે વિચિત્ર પરિસ્થિતિ ઊભી થાય છે એમાં સો ટકા કોમેડી છે.બે પાત્રો વચ્ચેનો સંબંધ જોઈને દર્શકોને અવશ્ય હસવું આવશે. આ ફિલ્મ 4 જૂનના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થવાની છે. 

માધુરીનો અલગ અંદાજ

ડાયરેક્ટરે કહ્યું હતું કે, જે પાત્રો છે એ દરેક પાત્રની એક અલગ એનર્જી છે. એ પાત્રનો બીજા સાથેનો સંબંધ પણ અલગ છે. ઘરમાં જે કાંડ થાય છે એને છૂપાવવો અને એમાંથી ઊભી થતી વિકટ સ્થિત ફિલ્મને અલગ દિશામાં લઈ જાય છે. ટ્રેલરમાં આની નાનકડી ઝલક જોઈ શકાય છે. માધુરીનો અલગ અંદાજ આ ફિલ્મમાં જોવા મળશે. ખાસ કરીને એક દેશી લૂક સાથે દેશી ઢબની હિન્દી બોલીથી એનો આ અવતાર બીજી ફિલ્મો કરતા અલગ પડી જાય છે. આ પહેલા તેમણે મિસિઝ દેશપાંડે નામની વેબસીરિઝમાં દમદાર કામ કર્યું હતું.