Sun Sep 13 2026

Logo

સુહાના ખાનના બર્થડે પર બહેનપણી અનન્યા પાંડેએ લૂંટાવ્યો પ્રેમ! ખાસ ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર કર્યું વિશ...

2026-05-22 20:34:50
Author: Darshana Visaria
સુહાના ખાનના બર્થડે પર બહેનપણી અનન્યા પાંડેએ લૂંટાવ્યો પ્રેમ! ખાસ ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર કર્યું વિશ...

 

બોલીવૂડના કિંગખાન એટલે કે શાહરૂખ ખાનની લાડકવાયી દીકરી અને ઊભરતી એક્ટ્રેસ સુહાના ખાન આજે એટલે કે 22મી મેના રોજ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ દિવસે સોશિયલ મીડિયા પર ફેન્સ અને બોલિવૂડ સેલિબ્રિટીઝ તરફથી બર્થડે વિશેઝનો વરસાદ થઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર સુહાનાની નાનપણની પાક્કી બહેનપણી અને અભિનેત્રી અનન્યા પાંડે અને શનાયા કપૂરે ખાસ અંદાજમાં સુહાનાને બર્થડે વિશ કર્યું છે. ચાલો જોઈએ શું છે ખાસ આ પોસ્ટમાં...

સુહાના ખાન, અનન્યા પાંડે અને શનાયા કપૂર બોલીવૂડની એવી 'ગર્લ ગેંગ' છે જેઓ નાનપણથી એક જ સ્કૂલમાં ભણી છે અને અવારનવાર વેકેશન કે પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. સુહાનાના આજના બર્થડે પર અનન્યા પાંડેએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સુંદર ફોટો શેર કરીને કેપ્શન લખીને પોસ્ટ કરી છે કે જન્મદિન મુબારક હો મેરી પ્યારી સુહાના. તને હંમેશા પ્રેમ કરતી રહીશ સુહાના ખાન. 

જ્યારે બીજી તરફ, સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે પણ યુરોપિયન સ્ટાઇલના રંગબેરંગી બિલ્ડિંગો અને બોટ્સના બેકગ્રાઉન્ડ વાળી એક ક્રેઝી તસવીર શેર કરીને સુહાનાને જન્મદિવસની ખાસ શુભકામનાઓ પાઠવી છે. સુહાના અને શનાયા બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ હાલમાં ખૂબ જ વાઈરલ થઈ રહી છે. 

રસપ્રદ વાત તો એ છે કે આજનો દિવસ અનન્યા માટે ખૂબ જ ખાસ છે કારણ આજે તેની બેસ્ટી સુહાનાનો બર્થડે હોવાની સાથે જ થિયેટરમાં અનન્યા પાંડે અને એક્ટર લક્ષ્યની મોસ્ટ-અવેટેડ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'ચાંદ મેરા દિલ' (Chand Mera Dil) રિલીઝ થઈ ગઈ છે. જોકે, બોક્સ ઓફિસ પરથી ફિલ્મને શરૂઆતમાં તદ્દન નિરાશાજનક રિવ્યુ (Disappointing Reviews) મળ્યા છે.

ફિલ્મમાં લક્ષ્ય 'આરવ'ના રોલમાં અને અનન્યા 'ચાંદની'ના રોલમાં છે. ફિલ્મની શરૂઆત બંને વચ્ચેના એક અત્યંત ઈમોશનલ મોમેન્ટથી થાય છે અને ત્યારબાદ વાર્તા ફ્લેશબેકમાં તેમના કોલેજના દિવસોના રોમાન્સ તરફ જાય છે. યુવાવસ્થાનો પ્રેમ અને બંને વચ્ચેની ક્રેઝી કેમેસ્ટ્રી ફિલ્મનો મુખ્ય હિસ્સો છે. ફિલ્મને ભલે નબળો રિવ્યુ મળ્યો હોય, પણ તેનું મ્યુઝિક શ્રોતાઓને ખૂબ પસંદ આવી રહ્યું છે. ફિલ્મના રોમેન્ટિક ગીતો અને બેકગ્રાઉન્ડ સ્કોર પહેલાંથી જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે, જે આ એલ્બમને હિટ બનાવી શકે છે.

વાત કરીએ સુહાના ખાન અને અનન્યા પાંડેના બોન્ડ વિશે તો સુહાના અને અનન્યા અવારનવાર આઈપીએલ મેચ જોવા માટે કે વિદેશમાં સાથે વેકેશન પર જતી જોવા મળે છે. આજે સુહાનાના જન્મદિવસે બંનેની પાક્કી દોસ્તી ફરી એકવાર લાઈમલાઈટમાં આવી ગઈ છે.