બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપનાં સાંસદ કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનો અને કરિયરના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે અને ઈન્ટરનેટ પર સવાલોનું પૂર આવ્યું છે. વીડિયોમાં કંગના રનૌત એક વિવાહિત મહિલા (પત્ની) ના લુકમાં જોવા મળી રહી છે અને એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું કંગનાએ ચોરી છુપીથી લગ્ન કરી લીધા છે? ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ...
સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં કંગના રનૌત એક બિલ્ડિંગમાંથી બહાર નીકળીને સીધી પોતાની કાર તરફ જતી જોવા મળે છે. આ દરમિયાન તેની આસપાસ ચુસ્ત સુરક્ષાકર્મીઓનો ઘેરો જોવા મળી રહ્યો છે. જોકે, વીડિયોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર કંગનાનો આખો લુક છે. કંગનાએ આ સમયે આછા ગુલાબી રંગનો સિમ્પલ સૂટ પહેર્યો છે, માથા પર બિંદી, ગળામાં મંગળસૂત્ર અને હાથમાં ગ્રીન બંગડીઓ પહેરેલી દેખાય છે. કંગનાએ પેપરાઝી સાથે કોઈ વાતચીત ન કરી અને ત્યાંથી રવાના થઈ ગઈ હતી.
કંગના રનૌતનો આ નવો લૂક જોતાં જ ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયાના કમેન્ટ સેક્શનમાં અટકળો અને સવાલોની ઝડી વરસવા લાગી ગઈ હતી એક યુઝરે પૂછ્યું, ગળામાં મંગળસૂત્ર? શું કંગનાએ લગ્ન કરી લીધા છે?, તો બીજાએ એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે ચૂપકેથી લગ્ન કરી લીધા કે શું? જો કે, કેટલાક સ્માર્ટ યુઝર્સે એવો પણ અંદાજ લગાવ્યો કે આ કદાચ તેની કોઈ નવી ફિલ્મનું શૂટિંગ હોઈ શકે છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...
એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર, કંગના રનૌતે કોઈ સીક્રેટ કે ગુપચુપ લગ્ન કર્યા નથી. વાસ્તવમાં આ લુક તેની સુપરહિટ ફ્રેન્ચાઈઝીની આગામી મોસ્ટ-અવેટેડ ફિલ્મ 'તનુ વેડ્સ મનુ 3'ના શૂટિંગ સેટનો છે. ડાયરેક્ટર આનંદ એલ. રાયના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં એકવાર ફરી કંગના રનૌત અને આર. માધવનની આઇકોનિક જોડી પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના છેલ્લે ફિલ્મ 'ઈમર્જન્સી'માં જોવા મળી હતી, જેમાં તેની એક્ટિંગ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી, પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મ ખાસ કમાણી કરી શકી નહોતી. હવે કંગના ખૂબ જ ટૂંક સમયમાં ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આગામી 12મી જૂન, 2026ના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે.