Fri Apr 17 2026

Logo

ઈન્સ્ટાગ્રામ પર નવું ફીચર રોલઆઉટ, હવે કરેલી કોમેન્ટ પણ સરળતાથી એડિટ થશે

california   2026-04-15 11:28:00
Author: Mumbai Samachar Team
Article Image

કેલિફોર્નિયાઃ ઈન્સ્ટાગ્રામ આખરે એ ફીચર રોલઆઉટ કરી દીધુ છે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.આ નવા ફીચરની મદદથી યુઝર્સ કે ક્રિએટર્સ પોતાની જ કોમેન્ટને પોસ્ટ કર્યા બાદ પણ એડિટ કરી શકશે, જોકે આ માટે કેટલીક મર્યાદા પણ સેટ કરવામાં આવી છે. સામાન્ય રીતે કોઈ પોસ્ટ પર ભૂલથી કોઈ કોમેનટ્ થઈ જાય તો ઈન્સ્ટાગ્રામ પર આવેલા નવી ફીચરની મદદથી એ ભૂલને સુધારી શકાશે.

કોમેન્ટ કરી શકાશે એડિટ
સામાન્ય રીતે જ્યારે કોઈ પોસ્ટ પર કોમેન્ટ કરવામાં આવે છે તો એ કોમેન્ટને કોઈ રીતે એડિટ કરી શકાતી નથી. માત્ર એના પર લાઈક કે રિએક્ટ કરી શકાય છે. પણ હવે નવા ફીચરની અપડેટ અનુસાર આ કોમેન્ટને સરળતાથી એડિટ કરી શકાશે. પણ આ ફીચર માત્ર કોમેન્ટ પોસ્ટ કર્યાના 15 મિનિટ સુધી જ લાગુ રહેશે. 15 મિનિટ બાદ એ કોમેન્ટને કોઈ રીતે ડિલિટ નહીં કરી શકાય.એટલે કે કોમેન્ટ કર્યા બાદ 15 મિનિટ અંદર જ એડિટ કરી શકાશે. 

મર્યાદા સેટ કરવામાં આવી છે
જ્યારે કોઈ કોમેન્ટને એડિટ કરવામાં આવી હોય તો બાકીના યુઝર્સને પણ એ ખ્યાલ આવવો જોઈએ કે, આ કોમેન્ટ એડિટ કરેલી છે. પણ આ સુવિધા માત્ર ટેક્સટ ફોર્મેટમાં કરેલી કોમેન્ટ પર લાગુ થશે. જો કોઈ કોમેન્ટમાં કોઈ ફોટો હશે કે જીફ હશે તો એને એડિટ કરી શકાશે નહીં. કોમેન્ટ એડિટ કરી હશે તો એના પર એડિટેડ એવો ટેગ પણ સરળતાથી જોઈ શકાશે. પ્લેટફોર્મ પર એક પ્રકારની પારદર્શકતા બની રહે એ માટે આ ફીચરને રોલ આઉટ કરવામાં આવ્યું છે. 

આ રીતે કરી શકાશે એડિટ
એડિટ કરવા માટે યુઝર્સે પોસ્ટની નીચે કરેલી કોમેન્ટ પર, જે કોમેન્ટ એકવાર પોસ્ટ થઈ ચૂકી છે એના પર થોડા સમય માટે હોલ્ડ કરી રાખવું પડશે.  એ પછી સ્ક્રિન પર એડિટનો ઓપ્શન જોવા મળશે. એના પર ક્લિક કરતા જ કોમેન્ટ બોક્સના ટેક્સ પર એક્ટિવેશન થશે. આ પછી કરેલી ભૂલને સરળતાથી એડિટ કરી શકાશે. એકવાર કોમન્ટ એડિટ થઈ ગયા બાદ એ કોમેન્ટ પર એડિટેડનો ટેગ સરળતાથી વાંચી શકાશે.એકવાર એડિટ થયા બાદ કોઈ પણ યુઝર્સ ઓરિજિનલ કોમેન્ટને કદી જોઈ નહીં શકે.આ અંગેની જાણકારી ખુદ કંપનીએ આપી દીધી છે.