Thu Jul 09 2026

Logo

સૂર્ય-ગુરુનો મહાસંયોગ: આ દુર્લભ રાજયોગ બદલી નાખશે આ ચાર રાશિઓનું જીવન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-07-09 16:36:56
Author: Darshana Visaria
Article Image

ChatGTP Ai Generated Image


વૈદિક પંચાંગ મુજબ 16મી જુલાઈના રોજ ગ્રહોના રાજા ગણાતા સૂર્ય દેવ મિથુન રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું આ ગોચર ગુરુવારે થશે. જે જ્યોતિષ શાસ્ત્રમાં ખુબ જ શુભ  ગણાય છે. કર્ક રાશિમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પહેલેથી બિરાજમાન છે. આવામાં કર્ક રાશિમાં સૂર્ય અને ગુરુની આ યુતિથી ગુરુ આદિત્ય રાજયોગ જેવો એક અત્યંત  દુર્લભ પ્રકારનો સંયોગ બનવા જઈ રહ્યો છે. 

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને માન સન્માન, આત્માના કારક ગણવામાં આવે છે. જ્યારે ગુરુ એ સમૃદ્ધિ, જ્ઞાન, ભાગ્યના પ્રતિક છે. જ્યારે આ મહાગ્રહોની શક્તિ ભળે છે ત્યારે અનેક રાશિઓના જીવનમાં સકારાત્મક ફેરફાર આવે છે. આ રાજયોગના પ્રભાવથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. ધન, કરિયર અને વેપારમાં જબરદસ્ત લાભના યોગ છે. જાણો કોનું બંધ ભાગ્ય ખુલશે? 

મેષઃ

ગુરુ આદિત્ય રાજયોગ મેષ રાશિના ચોથા  ભાવમાં બનશે. જમીન, મકાન કે વાહન ખરીદવાનું સપનું આ સમય દરમિયાન પૂરું થઈ શકે છે. કૌટુંબિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. મંજસ્ય વધશે. પૈતૃક સંપત્તિથી લાભ થવાના પ્રબળ યોગ છે. જો તમે રિયલ એસ્ટેટ કે પ્રોપર્ટી સંલગ્ન કામો સાથે જોડાયેલા હશો તો ભારે નફો થઈ શકે છે. 

કર્કઃ

સૂર્યનું ગોચર આ રાશિમાં થઈ રહ્યું છે. જ્યાં પહેલેથી ગુરુ બિરાજમાન છે. આ યુતિ તમારા લગ્ન ભાવમાં બનશે. આત્મવિશ્વાસમાં ખુબ વધારો થશે. સમાજ અને કાર્યક્ષેત્રે તમારું માન સન્માન અને પદ પ્રતિષ્ઠા વધશે. નોકરીયાતોને ઉચ્ચ પદ કે નવી જવાબદારી મળી શકે છે. સરકારી ક્ષેત્રો સાથે જોડાયેલા કામોમાં મોટી સફળતા મળવાના યોગ છે.
 
કન્યાઃ 

તમારી રાશિના અગિયારમાં ભાવમાં ગુરુ આદિત્ય રાજયોગનું નિર્માણ થશે. આ ગોચર તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરનારું સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. લાંબા સમયથી અટકેલું ધન પાછું મળશે. તમારી વેપારી યોજનાઓ સફળ થશે. મોટા ભાઈ બહેનો અને ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે. જેનાથી તમારા અટકેલા કામ પૂરા થશે. 

મીન:

મીન રાશિના પાંચમા ભાવમાં આ યુતિ થઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે આ સમય વરદાન જેવો છે. ઉચ્ચ શિક્ષણ, કરિયરમાં સારા પરિણામ મળશે. સંતાન પક્ષથી કોઈ મોટા ખુશખબર મળી શકે છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા અને રચનાત્મકતામાં સુધારો થશે. રોકાણથી અણધાર્યો લાભ થવાની શક્યતા છે. ગુરુ અને સૂર્યનો આ સંગમ જ્ઞાન, બુદ્ધિ અને શક્તિનું પ્રતિક છે. આ દરમિયાન કરાયેલી વહીવટી અને નાણાકીય નિર્ણયો લાંબાગાળે લાભકારી સિદ્ધ થશે.