જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલમાં થતા ફેરફારોનું ખૂબ જ મહત્વ છે. આ જ અનુસંધાનમાં આજે એટલે કે સાતમી જુલાઈ, 2026ના રોજ આધ્યાત્મિક અને કલ્પનાશીલતાનો કારક એવો વરુણ ગ્રહ (નેપ્ચ્યુન) પોતાની પ્રિય રાશિ 'મીન'માં વક્રી એટલે કે ઉલ્ટી ચાલ શરૂ કરવા જઈ રહ્યો છે. આ ગ્રહ 13મી ડિસેમ્બર સુધી આ જ સ્થિતિમાં રહેશે.
જ્યોતિષીઓના મતે, જ્યારે નેપ્ચ્યુન જેવા શક્તિશાળી ગ્રહની ગતિમાં ફેરફાર થાય છે, ત્યારે તેની ઊંડી અસર માનવ જીવન પર પડે છે. ખાસ કરીને ચાર રાશિઓ માટે આ સમયગાળો સફળતાના નવા દ્વાર ખોલનારો સાબિત થશે. ટૂંકમાં કહેવાનું થાય તો ગ્રહોની આ વક્રી ચાલ આધ્યાત્મિક જાગૃતિ અને કલ્પનાશીલતામાં વધારો કરશે. આ સમયગાળા દરમિયાન સાવધાની અને સકારાત્મક અભિગમ રાખવાથી સફળતાના શિખરો સર કરી શકાશે.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આ વક્રી ચાલ સુવર્ણ તક લઈને આવી છે. લાંબા સમયથી અટવાયેલા પ્રોજેક્ટ્સ ફરી પાટા પર આવશે. નોકરિયાત વર્ગને પ્રમોશન અને પગારમાં મોટો વધારો મળવાની પ્રબળ શક્યતાઓ છે. અચાનક ધનલાભના યોગ બનવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે.
કર્કઃ
કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી છે. ઓફિસમાં તમારા કામની બોસ દ્વારા પ્રશંસા થશે. જો તમે વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હોવ, તો તે સાકાર થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારી અલગ ઓળખ બનશે. આ સમયે લાંબા સમયથી અટવાઈ પડેલાં કામો પૂરા થતાં તમે રાહતનો શ્વાસ લેશો.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે વરુણનું આ રીતે મીન રાશિમાં વક્રી થવું એ આર્થિક સમૃદ્ધિના સંકેત આપે છે. ખાસ કરીને જે લોકો ક્રિએટિવ ફીલ્ડ (કળા, લેખન, મીડિયા) સાથે જોડાયેલા છે, તેમને મોટી સફળતા મળશે. બિઝનેસમાં નવા વિસ્તરણ સાથે પૈતૃક સંપત્તિમાંથી પણ લાભ થવાની પૂરેપૂરી સંભાવના છે.
મીનઃ
વરુણ મીન રાશિમાં જ વક્રી થઈ રહ્યો છે, હોવાથી આ રાશિના જાતકો પર તેની સૌથી વધુ સકારાત્મક અસર જોવા મળશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધુ મજબૂત બનશે. તમે જે પણ નવું કામ શરૂ કરશો તેમાં સફળતા મળતી જશે. વેપારીઓ માટે બિઝનેસનો વ્યાપ વધારવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે.