Tue Jul 28 2026

Logo

દેવ આનંદના પુત્રનું નિધનઃ જ્યાં પિતાએ અંતિમ શ્વાસ લીધા ત્યાં જ દીકરાની અણધારી વિદાય!

2026-07-28 18:03:24
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ/લંડનઃ દિવંગત અભિનેતા દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું નિધન થયું હોવાનું સમાચાર વાયુવેગે ફેલાયા છે. મળતી માહિતી પ્રમાણે સુનીલ આનંદ લંડનમાં રહેતા હતા. લંડનમાં એમને હાર્ટએટેક આવ્યો હતો, ત્યાર પછી તેમને હોસ્પિટલમાં સારવાર હેતુ ખસેડવામાં આવ્યા હતા, આ એ જ હોસ્પિટલ છે, જ્યાં વર્ષ 2011માં દેવ આનંદે અંતિમ શ્વાસ લીધા હતા. તબીબોએ તપાસ કરી છતાં સુનીલ આનંદને બચાવી શકાયા નહીં. 70 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. સુનિલના બહેન દેવીના આનંદના દીકરી ગીની નારંગે નિવેદન આપતા કહ્યું હતું કે મારા મામાનું નિધન થયું છે. આ દુઃખની ઘડીમાં પરિવારનું સન્માન કરવામાં આવે.

શું કહ્યું પરિવારજનોએ?
ખૂબ દુઃખ સાથે અમે અમારા પરિવાર તરફથી સુનીલ આનંદના નિધનના વાવડ શૅર કરી રહ્યા છીએ. લોકોનો પ્રેમ, દુઆ અને સહયોગથી અમને ખૂબ જ સાંત્વના મળી રહી છે. આ માટે અમે ખૂબ જ આભારી છીએ. અમે અપીલ કરી રહ્યા છીએ કે, આ દુઃખની ઘડીમાં અમને થોડી પર્સનલ સ્પેસ આપવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુનીલ આનંદને અચાનક હાર્ટ અટેક આવતા એમનું નિધન થયું છે. આ પછી લંડનની હોસ્પિટલમાં એમને સારવાર હેતું લઈ જવામાં આવ્યા હતા.


28 જુલાઈના સવારના સમયે એમનું નિધન થયા હોવાનું જાણવા મળ્યું છે.ખાસ વાત એ છે કે, આ એ જ હોસ્પિટલ છે જ્યાં વર્ષ 2011માં દેવ આનંદે અંતિમ શ્વાસ લીધા હતા. આ જ હોસ્પિટલમાંથી હવે એમના પુત્રએ અણધારી વિદાય લઈ લીધી છે. દેવ આનંદે પોતાના પુત્રને એક્ટર તરીકે નહીં પણ કૉ-એક્ટર તરીકે લૉંચ કરેલો હતો. વર્ષ 1984માં આવેલી ફિલ્મ ડાયરેક્ટ કરી હતી જેનું નામ હતુ 'આનંદ ઔર આનંદ'. 

ફિલ્મોમાં ખાસ કંઈ ચાલ્યું નહીં
દેવ આનંદ આ ફિલ્મમાં લીડ રોલમાં હતા જ્યારે સ્મિતા પાટીલ લીડ એક્ટ્રેસ તરીકે હતી. આ ફિલ્મમાં સુનીલે સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું. એ પછી 'કારથીફ' નામની ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો હતો. પણ આ ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ. સુનીલના માતા અને દેવ આનંદના પત્ની એક્ટ્રેસ કલ્પના કાર્તિક પોતાની એકમાત્ર દીકરી સાથે ઊટીમાં રહે છે એ પણ 94 વર્ષની છે. 

વર્ષ 2001માં માસ્ટર નામની ફિલ્મથી સુનીલે કમબેક કરવા પ્રયાસ કર્યા પણ આ કમબેક પણ ફ્લોપ સાબિત થયું. આ એક માર્શલ આર્ટ ફિલ્મ હતી.આ પછી તેમણે ફિલ્મમાં એક્ટર તરીકે કામ કરવાનું છોડી દીધું પછી પોતાના પ્રોડેક્શન હાઉસમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતા રહ્યા. પિતાના નિધન બાદ પોતાના આ પ્રોડક્શન હાઉસની જવાબદારી તેમણે સ્વીકારીને આગળ કામ કરવાનું ચાલું રાખ્યું હતું.