Mon Aug 31 2026

Logo

નેપાળના સુનસારી જિલ્લામાં કોમી હિંસા ,એકનું મોત

Sunsari   2026-07-28 22:48:33
Author: Chandrakant Kanoja
નેપાળના સુનસારી જિલ્લામાં કોમી હિંસા ,એકનું મોત

Nepal News


સુનસારી: નેપાળના સુનસારી જિલ્લામાં કોમી હિંસા ફાટી નીકળી છે. જેના લીધે સતત બીજા દિવસે પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ હિંસામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. સુનસારી જિલ્લો ભારતના બિહારની સીમાને અડીને આવ્યો છે. 

આસપાસ જિલ્લામાં કડક પ્રતિબંધો લાદી દીધા

જોકે, નેપાળ વહીવટીતંત્ર સ્થિતી પર નજર રાખી રહ્યું છે. તેમજ આ વિસ્તારમાં અને તેની આસપાસ જિલ્લામાં કડક પ્રતિબંધો લાદી દીધા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, હરિનગર અને દિવાનગંજ ગ્રામીણ નગરપાલિકાના સમગ્ર વિસ્તારોમાં પ્રતિબંધો લાગુ છે. 

પાંચ બજાર વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો

આ દરમિયાન પાંચ બજાર વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જેમાં  હરિનગર, ભુતાહા, કપ્તાનગંજ, ઘુસ્કી અને દિવાનગંજનો સમાવેશ થાય છે.તેમજ  અસરગ્રસ્ત વિસ્તારોમાં રેલીઓ, દેખાવો, જાહેર સભાઓ, ધરણા અને ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

પૂર્વ-પશ્ચિમ હાઇવે પર કર્ફ્યુમાં છૂટ આપવામાં આવી

જોકે, મુસાફરોની સુવિધા માટે સુનસારીમાંથી પસાર થતા પૂર્વ-પશ્ચિમ હાઇવે પર સવારે 7:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી કર્ફ્યુમાં છૂટ આપવામાં આવી હતી, ત્યારબાદ બપોરે 3:00 વાગ્યે ફરીથી લાગુ કરવામાં આવ્યો હતો.