ન્યૂ યોર્કઃ ફૂટબોલ વર્લ્ડકપ 2026ના નોકઆઉટ રાઉન્ડમાં રેફરીના સિલેક્શનનો વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. આર્જેન્ટિના, ઈંગ્લેન્ડ અને 1982ના ફોકલેન્ડ યુદ્ધ વચ્ચે શું સંબંધ છે અને ફિફા ક્યા આધારે રેફરીનું સિલેક્શન કરે છે.એ અંગે જાણવું જરૂરી બની રહ્યું છે. ફિફા વર્લ્ડકપ 2026 ટુર્નામેન્ટ એક નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. આ સાથે રેફરીના નિર્ણય પણ ચર્ચાનો વિષય બની રહ્યા છે. આર્જેન્ટિના અને ઇજિપ્ત વચ્ચેની રોમાંચક પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ રેફરીની પસંદગી અંગે એક નવો વિવાદ ઊભો થયો છે. આનું કારણ ફક્ત વિવાદાસ્પદ નિર્ણયો જ નથી, પરંતુ 1982માં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે લડાયેલ ફોકલેન્ડ યુદ્ધ પણ છે.
અનેક પરિબળોનું વિશ્લેષણ
લિયોનલ મેસ્સીની આર્જેન્ટિનાએ ઇજિપ્તને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ મેચ પછી વિવાદ ઊભો થયો હતો. ઈજિપ્તના કોચ, હોસમ હસને, રેફરી અને ફિફા પર આર્જેન્ટિનાની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેમની ટીમ સાથે અન્યાય થયો છે.
ફૂટબોલ જેવી મોટી ટુર્નામેન્ટમાં રેફરી દ્વારા લેવામાં આવેલ દરેક નિર્ણય મેચનો માર્ગ બદલી શકે છે. એટલા માટે FIFA ફક્ત રેફરીની યોગ્યતા પર જ નહીં, પરંતુ તેમની નિષ્પક્ષતા પર પણ ખાસ ભાર મૂકે છે. વર્લ્ડ કપ જેવા મહત્વપૂર્ણ તબક્કે કોઈ પણ સંભવિત હિતોના સંઘર્ષ અથવા પક્ષપાતને ટાળવા માટે, સંસ્થા અમુક રાજકીય પરિસ્થિતિઓ અને રાષ્ટ્રો વચ્ચેના રાજદ્વારી સંબંધોથી લઈને સંભવિત નોકઆઉટ દૃશ્યો સુધીના પરિબળોનું વિશ્લેષણ કરે છે. આ જ કારણ છે કે 44 વર્ષ જૂનું ફોકલેન્ડ યુદ્ધ હજુ પણ વર્લ્ડ કપ માટે રેફરીની પસંદગીની પ્રક્રિયાને પ્રભાવિત કરતું દેખાય છે.
રેફરીને નિર્ણય રહ્યો વિવાદમાં
જ્યારે ફ્રાન્સ-મોરોક્કો વચ્ચેની ક્વાર્ટર-ફાઇનલ મેચ માટે ફેકુંડો ટેલોના નેતૃત્વ હેઠળની ઓલ-આર્જેન્ટિનાની ઓફિશિયલ ટીમની નિમણૂક કરવામાં આવી ત્યારે આ નિર્ણયથી પ્રશ્નો ઊભા થયા.મેચ જોઈને ટીકાકારોએ દલીલ કરી હતી કે, કોઈ પણ સંભવિત વિવાદ ટાળવા માટે આવા હાઇ-પ્રોફાઇલ મેચો માટે નિમણૂકો સંપૂર્ણપણે તટસ્થ હોવી જોઈએ.
આ રમતનું મેદાન છે કોઈ તરફેણ કરવાનું માધ્યમ નથી.આર્જેન્ટિનાએ રાઉન્ડ ઓફ 16માં ઇજિપ્તને 3-2થી હરાવ્યું હતું, પરંતુ મેચ પછી ફ્રેન્ચ રેફરી ફ્રાન્કોઇસ લેટેક્સિયર મુખ્ય ચર્ચાનો વિષય બન્યા, રમત દરમિયાન લેવામાં આવેલા ઘણા નિર્ણયો પર પ્રશ્ન ઊઠાવવામાં આવ્યા હતા અને ઇજિપ્તના કોચ, હોસમ હસને, રેફરીના ઘણા નિર્ણયો સામે સખત વાંધો ઊઠાવ્યો હતો.
હોસમ હસને આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તેમની ટીમ 2-0થી આગળ હતી ત્યારે VAR સમીક્ષા બાદ ગોલને મંજૂરી આપવામાં આવી ન હતી. જો ગોલ ટકી રહેત તો સ્કોર 3-0 હોત. તેમણે દાવો કર્યો હતો કે મેચના અંતિમ તબક્કા દરમિયાન પેનલ્ટી બોક્સની અંદર સંભવિત ફાઉલની સમીક્ષા કરવામાં આવી ન હતી.
યુદ્ધ સાથે જોડાયેલી કથા
હોસમ હસને મેચ શરૂ થાય તે પહેલાં જ લેટેક્સિયરની નિમણૂક પર સવાલ ઊઠ્યા હતા અને કહ્યું હતું કે તેમને ફ્રેન્ચ રેફરીની કામગીરી અંગે કંઈક તો વાંધો છે. આ વિરોધને કારણે તેમને મેચ દરમિયાન પીળું કાર્ડ પણ બતાવી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના મૂળ 1982ના ફોકલેન્ડ યુદ્ધમાં છે.
બીજી એપ્રિલ 1982ના આર્જેન્ટિનાએ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં ફોકલેન્ડ ટાપુઓ પર કબજો કરવા માટે લશ્કરી કાર્યવાહી શરૂ કરી. બ્રિટને લશ્કરી કાર્યવાહીનો જવાબ આપ્યો અને યુદ્ધ લગભગ 74 દિવસ સુધી ચાલ્યું હતું. જૂન 1982માં આર્જેન્ટિનાના શરણાગતિ સાથે સંઘર્ષનો અંત આવ્યો.
આ સંઘર્ષમાં કુલ 649 આર્જેન્ટિનાના સૈનિકો, 255 બ્રિટિશ સૈનિકો અને ત્રણ ફોકલેન્ડ ટાપુ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બંને રાષ્ટ્રો વચ્ચેના આ યુદ્ધની આસપાસની ઐતિહાસિક સંવેદનશીલતા આજે પણ યથાવત છે અને FIFA રેફરીની પસંદગી દરમિયાન આવા રાજકીય પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે.