મેષ:
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે તમારી રાશિના સ્વામી મંગળની સ્થિતિ તમારામાં આત્મવિશ્વાસનો સંચાર કરશે. કાર્યસ્થળ પર તમારી પકડ મજબૂત રહેશે, પરંતુ કોઈની સાથે વાદ-વિવાદમાં પડવાનું ટાળજો. આર્થિક રીતે દિવસ લાભદાયક છે, અટકેલા નાણાં પરત મળી શકે છે. પરિવાર સાથે સાંજનો સમય આનંદદાયક વીતશે. સ્વાસ્થ્યમાં પેટની નાની સમસ્યા થઈ શકે છે, તેથી ખોરાક પર ધ્યાન રાખવું, નહીં તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આજે કોઈ મિત્ર માટે તમારે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. આજે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવશે. આજનો દિવસ તમારા માટે નવા અવસરો લઈને આવશે. વેપારમાં વૃદ્ધિની શક્યતા છે, પરંતુ રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારવું. ઓફિસમાં બોસ તમારા કામથી પ્રભાવિત થઈ શકે છે, જેનાથી પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. જૂના મિત્રની મુલાકાત મનને તાજગી આપશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. જીવનસાથી સાથે કોઈ મહત્વના નિર્ણય પર ચર્ચા થઈ શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે આજે તમારા અટકી પડેલાં કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંતાન તમારી અપેક્ષા પર આજે ખરું ઉતરશે.
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ આરામદાયક રહેવાનો છે. આજે બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળશે. જે લોકો સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમને કોઈ મોટું કામ મળી શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને બિનજરૂરી ખર્ચ ઘટાડવો. વિદ્યાર્થીઓ માટે મહેનતનું ફળ મળવાનો દિવસ છે. મોસાળ તરફથી આજે તમને આર્થિક લાભ થઈ રહ્યો છે. કુંવારા લોકો આજે પોતાના પ્રિયપાત્ર સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશે. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો આજે તમારું ધ્યાન ધાર્મિક કાર્યોમાં વધુ રહેશે, જેનાથી માનસિક શાંતિ મળશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવી શકે છે, જે તમારા માટે લાંબા ગાળે ફાયદાકારક રહેશે. પૈતૃક સંપત્તિથી લાભ થવાની પ્રબળ શક્યતા છે. સામાજિક જવાબદારીઓનું સન્માન કરશો. સ્વાસ્થ્યમાં સુધારો થશે, પરંતુ દિવસભરની દોડધામ પછી આરામ કરવો જરૂરી છે. કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે, નહીં તો તેમને ખરાબ લાગી શકે છે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આજે કોઈ સમસ્યા સતાવતી હશે તો શિક્ષક સાથે વાત કરવી પડશે.
સિંહ:
આ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા પર્સનલ અને પ્રોફેશનલ જીવન વચ્ચે સંતુલન જાળવવું આજે મહત્વનું રહેશે. ઓફિસમાં કોઈ જૂની ભૂલ સુધારવાની તક મળી શકે છે. કોઈ નજીકના વ્યક્તિ સાથે મતભેદ દૂર થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ ભવિષ્યના આયોજન માટે આ સારો સમય છે. લવ લાઈફમાં રોમાંસ વધશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી પડશે, નહીં તો અકસ્માત થવાની શક્યતા છે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે અને વાત લગ્ન સુધી પહોંચશે.
કન્યા:
કન્યા રાશિના જાતકોએ આજે ખૂબ જ સમજી વિચારીને કોઈ પણ નિર્ણય લેવાનો રહેશે. આજે ઉતાવળમાં લીધેલો કોઈ પણ નિર્ણય તમારા માટે બેકફાયર કરી શકે છે. ઘર-પરિવારમાં આજે કોઈ સમસ્યા હશે તો વાતચીતથી તેનો ઉકેલ લાવવો પડશે. આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. અટકેલા કામો પૂર્ણ કરવા માટે વધુ મહેનતની જરૂર પડશે. કોઈની સાથે વાદ-વિવાદ કરવાને બદલે તમારી વાત શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરજો. વેપારીઓ માટે દિવસ સામાન્ય છે, પરંતુ નવા પ્રોજેક્ટ્સ વિશે વિચારી શકાય છે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપો.
તુલા:
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે ભાગ્ય તમારો સાથ આપશે. લાંબા સમયથી જે સફળતાની રાહ જોઈ રહ્યા હતા, તે આજે મળી શકે છે. વેપારમાં વિસ્તરણની યોજના સફળ થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે. મિત્રો સાથે ફરવાનો પ્લાન બની શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ઉત્તમ છે, યોગ અને પ્રાણાયામથી વધુ ઉર્જાવાન અનુભવશો. બિઝનેક કરી રહેલાં જાતકોને આજે બિઝનેસના કામથી બહાર જવું પડશે. હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે, પણ તમારે એ માહિતી કોઈ સાથે પણ શેર કરવાથી બચવું જોઈએ.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો ચઢાવ ઉતારથી ભરપૂર રહી શકે છે. નોકરી કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમને નવા વિચારો આવશે જે તમારા કરિયરમાં મોટી સફળતા અપાવી શકે છે. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. કોઈને ઉધાર આપવાનું ટાળવું. પરિવારમાં કોઈ સભ્ય સાથે વિચારભેદ થઈ શકે છે, ધીરજથી કામ લેવું. કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ વધી શકે છે. સાંજના સમયે કોઈ અચાનક મુસાફરીનો યોગ બની શકે છે. જીવનસાથી સાથે જો કોઈ મુદ્દે વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો આજે તેનો વાતચીતથી ઉકેલ લાવવો પડશે.
ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજે તમારા દિવસની શરૂઆત ઉત્સાહ સાથે થશે. ઓફિસમાં પ્રશંસા મળશે અને તમારી કામ કરવાની પદ્ધતિમાં સુધારો આવશે. સરકારી કામોમાં સફળતા મળી શકે છે. આર્થિક રીતે દિવસ મજબૂત છે, પરંતુ બચત પર ધ્યાન આપવું જરૂરી છે. જીવનસાથી સાથેની સમજણ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માનસિક તણાવથી દૂર રહેવું. ઘર-પરિવારમાં આજે કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે અને ઘરે મહેમાનોની અવરજવર જોવા મળશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.
મકર:
આજનો દિવસ મકર રાશિના જાતકોના જીવનમાં સફળતા અને સકારાત્મકતા લઈને આવશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે અને વાત લગ્ન સુધી પહોંચી શકશે. આજે તમારે કામમાં સાવધાની રાખવી, ઉતાવળમાં કરવામાં આવેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. આર્થિક બાબતોમાં કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. પરિવાર સાથેનો સમય તમારા તણાવને દૂર કરશે. રચનાત્મક કામોમાં રુચિ વધશે. સ્વાસ્થ્યમાં આરામની જરૂર છે. સાંજનો સમય શાંતિપૂર્વક ઘરે વિતાવવો વધુ સારો રહેશે. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરી શકે છે.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. આજે તમારી મહેનત અને લગન આજે રંગ લાવશે. વ્યાપાર ક્ષેત્રે નવો કરાર થઈ શકે છે જે ભવિષ્યમાં ખૂબ લાભદાયી નીવડશે. સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આજે કોઈને નાણાકીય મદદ કરવી પડી શકે છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓ માટે નવા વિષયોમાં રસ જાગશે. સ્વાસ્થ્યમાં નાની-મોટી ઈજાઓથી બચવું. ઘર-વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. આજે કોઈ પણ વાદ-વિવાદમાં પડવાથી બચો, નહીંતર તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આર્થિક લાભ થશે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે મનમાં પ્રસન્નતા રહેશે અને અધૂરા કામો પૂર્ણ થશે. આધ્યાત્મિક અને દાર્શનિક વિચારોમાં રુચિ વધશે. કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મીઓ તમારો સહયોગ કરશે. ભાગીદારીમાં કરેલા કામમાં મોટી સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. પરિવારના સભ્યો સાથે કોઈ મહત્વના નિર્ણય અંગે ચર્ચા થશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપો.