જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્ય દેવ 27મી સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરે 1.45 વાગ્યે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાંથી નીકળીને હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવ આગામી 11મી ઓક્ટોબર, 2026 સુધી આ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. હસ્ત નક્ષત્રના સ્વામી ગ્રહ ચંદ્રદેવ છે, જેમને જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યના પરમ મિત્ર માનવામાં આવે છે.
મિત્ર ગ્રહના નક્ષત્રમાં ગ્રહોના રાજા સૂર્યનું આ ગોચર અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનથી કેટલીક ચોક્કસ રાશિઓના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે, લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે અને કારકિર્દી તેમજ આર્થિક મોરચે મોટો ફાયદો થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની કદર થશે અને પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ મળવાના યોગ બનશે. આર્થિક મુશ્કેલીઓ કે દેવા અંગેની ચિંતાઓ દૂર થશે. વેપારીઓને નવી ડીલ મળવાથી મોટો આર્થિક નફો થશે. વિદ્યાર્થીઓની એકાગ્રતા વધશે અને પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મળશે.
સિંહ
સિંહ રાશિના સ્વામી ખુદ સૂર્ય નારાયણ છે અને તેઓ મિત્ર ચંદ્રના નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા હોવાથી વિશેષ લાભ કરાવશે. વર્તમાનમાં સૂર્ય બીજા ધન ભાવમાં હોવાથી પૈતૃક સંપત્તિ કે વારસામાંથી મોટો ધનલાભ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલી યોજનાઓ ફરી ગતિ પકડશે. કાર્યસ્થળ પર તમારા નેતૃત્વ અને કાર્યશૈલીની ભારે પ્રશંસા થશે.
ધનઃ
ધન રાશિના સ્વામી ગુરુ અને સૂર્ય વચ્ચે પરસ્પર મિત્રતાનો ભાવ છે, જેથી આ નક્ષત્ર પરિવર્તન ધન રાશિ માટે કલ્યાણકારી રહેશે. બેરોજગાર કે નવી તકની શોધમાં રહેલા લોકોને મનપસંદ નોકરી મળી શકે છે. અગાઉ કરેલી મહેનતનું હવે મીઠું ફળ મળશે. સરકારી વિભાગો કે જાહેર ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને મનગમતી જગ્યાએ બદલી (Transfer) મળવાની શક્યતા છે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે સૂર્યનું હસ્ત નક્ષત્રમાં ગોચર ભાગ્યોદય કરનારું રહેશે. સ્પર્ધાત્મક કે સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. નોકરીમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે અને પરિવારમાં સુખ, શાંતિ તથા સદ્ભાવનાનું વાતાવરણ રહેશે.