Sun Sep 06 2026

Logo

આજની ક્વૉર્ટર ફાઇનલ પહેલાં મોરોક્કોને મોટો ઝટકો, ફ્રાન્સને ફાયદો

Boston   2026-07-09 17:57:03
Author: Ajay Motiwala
આજની ક્વૉર્ટર ફાઇનલ પહેલાં મોરોક્કોને મોટો ઝટકો, ફ્રાન્સને ફાયદો

AP


બૉસ્ટનઃ આજે (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 1.30 વાગ્યે) ફ્રાન્સ સામે રમાનારી ક્વૉર્ટર ફાઇનલ પહેલાં આફ્રિકા ખંડના દેશ મોરોક્કો (Morocco)ની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

એના સ્ટાર ખેલાડી ઇસ્માઇલ સાઇબારી (Saibari) સાથળની ઈજાને કારણે આ મૅચની બહાર થઈ ગયો છે. કોચ મોહમ્મદ ઔહાબીને આશા છે કે જો મોરોક્કો સેમિ ફાઇનલમાં પહોંચશે તો સાઇબારી ટીમમાં કમબૅક કરશે.

સાઇબારી કૅનેડા સામેની મૅચ દરમ્યાન ઈજા થઈ હતી અને તે ક્વૉર્ટર પહેલાં સમયસર સાજો ન થઈ શક્યો. તેણે લીગ રાઉન્ડની ત્રણેય મૅચમાં (બ્રાઝિલ, સ્કૉટલૅન્ડ, હૈતી સામે) ગોલ કર્યા હતા. તેની ગેરહાજરીને લીધે મોરોક્કોની ટીમે પોતાને વધુ ડિફેન્સિવ બનાવવી પડશે.

બીજી તરફ, આજે સાઇબારી નહીં રમે એટલે ફ્રાન્સના જીતવાની સંભાવના વધી ગઈ છે. લિયોનેલ મેસીના આર્જેન્ટિનાની માફક કીલિયાન ઍમ્બપ્પેની કૅપ્ટન્સીમાં ફ્રાન્સની ટીમ પણ આ વખતે ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે.