Mon Aug 17 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:04 August 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-04 08:08:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-04 20:16:29

કેન્દ્ર સરકાર સાત વર્ષમાં 36 દેશોમાંથી 274 ભાગેડુ ગુનેગારોને પરત લાવી

કેન્દ્ર સરકારે  ભાગેડુઓ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. જેમાં  છેલ્લા સાત વર્ષમાં 36 દેશોમાંથી 274 ભાગેડુ ગુનેગારોને પરત લાવી છે. આ ભાગેડુઓમાં આતંકવાદીઓ, ગેંગસ્ટરો, માદક દ્રવ્ય, હત્યા, બળાત્કાર અને જાતીય અને આર્થિક ગુનાઓમાં વોન્ટેડ લોકોનો સમાવેશ થાય છે.

2026-08-04 19:28:08

તમિલનાડુમાં રાજકારણ ગરમાયું, એમ.કે. સ્ટાલિને કહ્યું તમિલનાડુ પર જોકર કેબિનેટનો કબજો

તમિલનાડુમાં કાવેરી વિવાદ મુદ્દે રેલી બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડથી ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે  એમ. કે. સ્ટાલિને સીએમ થલાપતિ વિજય પર નિશાન સાધ્યું હતું. તેમજ કહ્યું કે તમિલનાડુ પર જોકર કેબિનેટે કબજો કરી લીધો છે.

2026-08-04 18:39:22

કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક વિવાદ વકર્યો, સીએમ ડી કે શિવકુમારની કડક ચેતવણી

કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં હાલમાં કરાયેલા મંત્રીમંડળ વિસ્તરણ બાદ પાર્ટીના અનેક નેતા અને કાર્યકરો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

2026-08-04 17:56:52

રાજ્યસભામાં જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ- 2026 પસાર

રાજ્યસભામાં વિપક્ષના ભારે સૂત્રોચ્ચાર વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, 2026' ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિપક્ષે સતત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીની માંગ કરી હતી. તેમજ રામ મંદિર દાન ચોરી અંગે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા.

2026-08-04 16:31:13

કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડાનું સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન, અમદાવાદમાં કોમનવેલ્થ યોજવા અંગે વિવાદ

ભારતમાં વર્ષ 2030માં કોમન વેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થવાનું છે. આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. જેમાં ગુજરાતના અમદાવાદમાં કોમન વેલ્થ ગેમ્સના આયોજન અંગે હરિયાણાના કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ વિવાદ છેડ્યો છે. તેમજ હરિયાણાને  સહ યજમાન બનાવવા માંગ  કરી છે.

2026-08-04 15:53:56

રાજસ્થાન હાઇકોર્ટે આસારામના 20 દિવસના પેરોલ મંજૂર કર્યા

રાજસ્થાન હાઇકોર્ટે 13 વર્ષ બાદ પ્રથમ વાર આસારામને 20 દિવસના પેરોલ મંજૂર કર્યા છે. આસારામ સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

2026-08-04 15:18:28

મદ્રાસ હાઇકોર્ટે ઉદયનિધિ સ્ટાલિનને રાહત આપી, જામીનનો આદેશ

મદ્રાસ હાઇકોર્ટે ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનને રાહત આપી છે. હાઇકોર્ટે તેમને પૂછપરછ બાદ જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ અંગે તમિલનાડુમાં કાવેરી જળ વિવાદ મુદ્દે યોજાયેલી રેલીમાં અભિનેત્રી ત્રિશા સાથે થયેલી ઘટના બાદ પોલીસે ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ કરી હતી.

2026-08-04 12:17:26

બરોડા ડેરીમાં પ્રમુખનું નામ જાહેર

બરોડા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને ચાલતી તમામ અટકળોનો આખરે અંત આવ્યો છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટના આધારે પ્રમુખ પદે ફરી એકવાર દિનેશ પટેલ (દીનુ મામા) અને ઉપપ્રમુખ પદે જી.બી. સોલંકીની વરણી કરવામાં આવી છે. પક્ષે બંને નેતાઓ પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કરીને તેમને હોદ્દા પર રિપીટ કર્યા છે.

2026-08-04 10:46:23

કપરાડામાં બે કલાકમાં 1.22 ઇંચ વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ સવારે 8 થી 10ના સમયગાળામાં 15 તાલુકામાં વરસાદ પડ્યો હતો. કપરાડામાં બે કલાકમાં 1.22 ઇંચ વરસાદ પડ્યો હતો. તાપીના સોનગઢમાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉમરગામમાં 0.79 ઇંચ વરસાદ પડ્યો હતો.

2026-08-04 08:09:24

24 કલાકમાં રાજ્યમાં 109 તાલુકામાં વરસાદ

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. કપરાડામાં 2.52 ઇંચ, નાનાપોંઢામાં 2.13 ઇંચ અને ધરમપુરમાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો હતો.