Tue Aug 18 2026

Logo

UAEમાં ભારતીય વોચમેનની ખુલી કિસ્મત: રાતોરાત લોટરીમાં જીત્યા ₹26 લાખનો જેકપોટ

Dubai   2026-08-16 17:19:43
Author: Mumbai Samachar Team
Article Image

દુબઈઃ યુએઈમાં મૂળ કેરળના એક ભારતીય વ્યક્તિને લોટરી લાગી છે. આ વ્યક્તિ છેલ્લા ચાર વર્ષીથી લોટરીમાં નસીબ અજમાવતા હતા.1 લાખ દિરહમ એટલે કે, આશરે 26 લાખ રૂપિયા લોટરી પેટે મળ્યા છે. યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)માં રહેતા કેરળના એક ભારતીય, જે સ્કૂલમાં ચોકીદારનું કામ કરે છે એને લોટરી લાગી હતી. 44 વર્ષના સૈદાલવી કરિયોડન વરિચાલિલને લોટરી લાગી છે. લોટરીના ટિકિટ ડ્રોમાં 1 લાખ દિરહામનું ઈનામ જીતી લેતા રાતોરાત લાખોપતિ બની ગયા છે.

કોણ છે આ ભાગ્યશાળી

સૈદાલવી છેલ્લા 17 વર્ષી યુએઈમાં રહે છે.છેલ્લા કેટલાક સમયથી તેઓ સ્કૂલમાં ચોકીદારની નોકરી રહ્યા છે. બેગ ટિકિટ અંગે જ્યારે મિત્રો પાસેથી જાણકારી મળી ત્યારે આ ચોકીદારે પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. દર મહિને તેઓ પોતાના મિત્રો સાથો આ ટિકિટ ખરીદતા હતા. હવે આ વખતે બન્યું એવું કે, વિજેતાની ટિકિટ પણ આ ગ્રૂપના આ માણસ સુધી પહોંચી હતી. 

ખાસ વાત એ છે કે, આ વિજેતા ટિકિટની પસંદગી એમના જ મિત્ર અનુબે રેન્ડમલી કરી નાંખ્યું હતું. બિગ ટિકિટ સિરીઝમાં 289 સૈદાલવી સહિત કુલ 5 લોકોને 1-1 લાખ દિરહામનું નામ જીતવાનો ચાન્સ મળ્યો છે. આ જીતની ખબર સોશિયલ મીડિયા પર જંગલમાં લાગેલી આગની જેમ ફેલાયા હતા.જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે આ ભારતીયે કહ્યું કે, આટલી મોટી રકમમાંથી થોડી રકમ તેઓ ભારત પોતના વતનમાં મોકલી દેશે. આ રકમ એમના પરિવારને કામ આવશે. 

બે બાંગ્લાદેશી યુવાનને લાગી લોટરી

1 લાખ દિરહામ જીતવા છતા પણ તેઓ આગામી ડ્રો માટે એક વધારાની ટિકિટ લઈને બેઠા હતા. બીજા દિવસે પણ સ્પર્ધકોને જરૂરી એવી સલાહ આપી રાખતા કહ્યું કે  આશા છોડવી નહીં અને એક દિવસ તમારો પણ આવશે. આ પછી તેમણે આ પૈસા માટેની પોતાની જે તે પ્રોસિજર પૂરી કરી દીઘી હતી. બિગ ટિકિટ સિરીઝ 289માં, કુલ પાંચ વિજેતાને 100,000 દિરહામ દરેકને મળ્યા, જેમાં કેરળના ત્રણ ભારતીય અને બે બાંગ્લાદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. કેરળના વ્યક્તિઓમાં 28 વર્ષીય અખિલ ચંદ્રન આરપી અને 33 વર્ષીય શરથ શશિધરનનો સમાવેશ થાય છે. સામૂહિક રીતે, પાંચ વિજેતાએ કુલ 5,00,000 દિરહામની ઇનામી રકમ જીતી, જે લગભગ ₹ 1.3 કરોડ જેટલી થાય છે.