Sat Aug 29 2026

Logo

ઈન્સાનિયતને બચાવવા હવે રણવીરસિંહ ઊતરશે મેદાને, જાણો પ્રોડ્યુસર તરીકે કઈ નવી ફિલ્મ લઈને આવશે?

2026-08-16 22:02:08
Author: Mumbai Samachar Team
ઈન્સાનિયતને બચાવવા હવે રણવીરસિંહ ઊતરશે મેદાને, જાણો પ્રોડ્યુસર તરીકે કઈ નવી ફિલ્મ લઈને આવશે?

મુંબઈઃ બોલિવૂડમાં હવે એક એવી ફિલ્મ આવી રહી છે જે દુનિયા ખતમ થવાની સ્થિતિ પર સ્ક્રિન પર એક અલગ માહોલ દેખાડવાની છે. આ ફિલ્મનું નામ 'પ્રલય'હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મનું ટિઝર આવ્યું નથી છતાં ફિલ્મ જોરશોરથી ચર્ચામાં છે. આ એક એક્શન, થ્રિલ અને ડ્રામાથી ભરપૂર હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં થીમ અને ટાર્ગેટ માણસાઈને બચાવવાનો છે. આ ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં એક એવી દુનિયા બતાવવામાં આવી છે કે, જ્યાં સ્થિતિ ધીમે ધીમે બગડી રહી છે. સ્થિતિ બેકાબુ બની રહી છે. વ્યક્તિ પોતાના અસ્તિત્વની લડાઈ કરે છે. અસ્તિત્વ બચાવવા પડકારો ઊભા થાય છે. 

હાઈસ્કેલ પર તૈયાર થશે ફિલ્મ
આ ફિલ્મને ખૂબ જ હાઈસ્કેલ પર તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મમાં રણવીરસિંહ લીડ રોલમાં છે. આ માટે રણવીરસિંહે ખૂબ જ મહેનત કરી છે. ખાસ કરીને આ ફિલ્મમાં રણવીરે પોતાના લૂક પર ખાસ ધ્યાન આપ્યું છે. આ ફિલ્મમાં રણવીર માત્ર એક એક્ટર જ નહીં, આ ફિલ્મને તે પ્રોડ્યુસ પણ કરી રહ્યો છે. આ ફિલ્મને લઈને તેણે પોતાની બોડી લેંગ્વેજ ઉપર પણ ખાસ કામ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે કલ્યાણી પ્રિયદર્શની સ્ક્રિન શૅર કરી રહી છે. આ સમગ્ર ફિલ્મનું ડાયરેક્શન જય મહેતા કરી રહ્યા છે જેને 'સ્કેમ 1992' અને 'લૂટેરે' જેવી ફિલ્મો બનાવી છે. એક્શન સિક્વન્સ સાથે ઈમોશન્સ પણ આ ફિલ્મમાં સ્પષ્ટ જોવા મળશે. આ ફિલ્મમાં ટાર્ગેટ માત્ર દુનિયાને બચાવવાનો જ નહીં પણ મુશ્કેલીના સમયમાં પોતાના નજીકના લોકોને બચાવવાનો પણ રહ્યો છે. 'પ્રલય' ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ચૂક્યું છે. મુંબઈ અને તેની આસપાસના લોકેશન પર આ ફિલ્મનું શુટિંગ ચાલુ છે. 

ટિઝરની જોવાતી રાહ
ફિલ્મ માટે બીજા કેટલાક પ્રોડક્શન હાઉસ તથા વિદેશના બીજા કેટલાક ટેક્નિકલ એક્સપર્ટ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે છે. શુટિંગ શરૂ થતાની સાથે જ રણવીરસિંહ આ ફિલ્મ પર ખૂબ ફોક્સ કરી રહ્યો છે. આ એક્શન થ્રિલર ફિલ્મ માટે 300 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એવું ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો કહે છે. વિઝ્યુઅલ્સ અને સાઉન્ડ ઈફેક્ટથી સજ્જ આ ફિલ્મ લાર્જ સ્કેલ પર તૈયાર કરવામાં આવી રહી છે. આ ફિલ્મના પ્રોજક્ટને લઈને બધુ બરોબર રહ્યું તો રણવીરસિંહના ફિલ્મી કેરિયરની આ સૌથી મોટી ફિલ્મ હોઈ શકે છે. ફિલ્મનું નિર્માણ અનન્યા બિડલા સ્ટુડિયોમાંથી થઈ રહ્યું છે. ફિલ્મું ટિઝર સામે આવ્યા બાદ આખો વિષય સ્પષ્ટ થશે.