ઍમ્સ્ટલવીન (નેધરલૅન્ડ્સ)ઃ હૉકીનો વર્લ્ડ કપ આજે શરૂ થઈ રહ્યો છે અને ભારતની મેન્સ ટીમની વેલ્સ સામેની પ્રથમ મૅચ (ભારતીય સમય અનુસાર) સાંજે 4.30 વાગ્યે શરૂ થવાની છે, પરંતુ ભારત-તરફી પ્રેક્ષકો એટલા બધા ઉત્સાહિત છે કે આજે સ્વાતંત્ર્ય દિને અસંખ્ય લોકો હાથમાં તિરંગા સાથે ચાર કલાક પહેલાં જ (બપોરે 12.30 વાગ્યે) વૅગ્નર સ્ટેડિયમમાં આવી ગયા હતા.
આ પ્રેક્ષકો ભારતીય હૉકી ટીમના ખેલાડીઓ જેવા નવા ભગવા રંગના જર્સી પહેરીને આવ્યા છે અને તેમના એક હાથમાં તિરંગો (TRI COLOUR) લહેરાય છે, જ્યારે બીજા હાથમાં છત્રી ઝાલી છે. ઍમ્સ્ટરડૅમથી આશરે 15 કિલોમીટર દૂર આ સ્ટેડિયમ ભુવનેશ્વર શહેરના સ્ટેડિયમની યાદ અપાવે એવું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં હૉકી (Hockey) વર્લ્ડ કપ (WC) સહિતની મોટા ભાગની મૅચો ભુવનેશ્વરમાં રમાતી હોય છે.
THE STARTING XI FOR INDIAN MEN’S TEAM’S WORLD CUP OPENER IS HERE! 🇮🇳🏑
— Hockey India (@TheHockeyIndia) August 15, 2026
India begin their FIH Hockey World Cup Belgium & Netherlands 2026 campaign against Wales in Pool D at Amstelveen. 🔥
📺 Star Sports Select 2 (SD+HD) + Khel & JioHotstar + DD Sports (DD Free Dish)
⏰ 4:30 pm… pic.twitter.com/Z833fHtW5C
ભારતના પુરુષ ખેલાડીઓ બૅક-ટુ-બૅક ઑલિમ્પિક ટાઇટલ જીતી ચૂક્યા છે એટલે આ વર્લ્ડ કપમાં તેમની પાસે ઘણી આશા રાખવામાં આવી છે. હરમનપ્રીત સિંહ ભારતની ટીમનો કૅપ્ટન છે.
મૂળ જયપુરની દીપ્તિ નામની મહિલા તેના પતિ, મમ્મી અને બે બાળકો સાથે ભારત-વેલ્સની મૅચ જોવા આવી છે. તેઓ સાત વર્ષથી નેધરલૅન્ડ્સમાં રહે છે. મૂળ લખનઊ સાક્ષી નામની મહિલાએ પીટીઆઇને કહ્યું, `આજે આઝાદી દિન છે એટલે આ ખાસ અવસરે હું ભારતીય ટીમને સપોર્ટ કરવા આવી છું. આશા રાખું છું કે ભારત માટે આ આખી ટૂર્નામેન્ટ યાદગાર બની રહે.'
VIDEO | Fans back Indian hockey team as World Cup campaign begins on Independence Day against Wales at Wagener Hockey Stadium, Amstelveen, Netherlands on Saturday.
— Press Trust of India (@PTI_News) August 15, 2026
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/iziElv1Orj
મૂળ ઉદયપુરનો જિતેન્દ્ર અગરવાલ અમેરિકાના લાસ વૅગસમાં રહે છે અને તેણે ભારતની તમામ છ મૅચ (ત્રણ મેન્સ ટીમની અને ત્રણ વિમેન્સ ટીમની)ની ટિકિટ ખરીદી છે. તે પત્ની રૉઝી સાથે નેધરલૅન્ડ્સ આવ્યો છે. તેમણે ઘણા દિવસ પહેલાંથી જ હૉકીની ટીમ ઇન્ડિયા જેવી જર્સી ખરીદી રાખી હતી.