મુંબઈ: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા 'વિમલ ઈલાયચી'ની જાહેરાતને લઈને શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. બીજી તરફ સની દેઓલે હાલમાં જ કહ્યું હતું કે તેમને કરોડો રૂપિયા મળે છતાં પાન-મસાલા અને ઈલાયચી જેવી બ્રાન્ડની જાહેરાતો કરશે નહીં.
જોકે, આ સાથે જ ઇન્ટરનેટ પર લોકોએ સની દેઓલની જૂની જાહેરાત શોધી લીધી હતી, જેમાં તે આ વસ્તુઓને સલંગ્ન જાહેરાતમાં દેખાયો હતો. ઇન્ટરનેટના યુગમાં જૂની વસ્તુઓ પણ છુપાયેલી રહેતી નથી. કંઈક એવું જ સની દેઓલ સાથે ઘટિત થયું હતું. અક્ષય કુમાર, શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ જેવા દિગ્ગ્જ કલાકારો આ બ્રાન્ડ્ઝનો પ્રચાર કરી ચુક્યા છે, જેથી તેમના ઘણીવાર ટીકાઓનો સામનો કરવો પડે છે.
Funny Deol recently :- "My conscience doesn’t allow me to promote tobacco, pan masala and alcohol".
— daksh. (@mythicbxrn) August 17, 2026
Meanwhile Funny paaji: 🤡🤡 pic.twitter.com/cDM3Vnixq5
કરોડો રુપિયા મળશે પણ પાનમસાલાની એડ નહીં કરું
એક પોડકાસ્ટમાં સની દેઓલે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ કરોડોની ઓફર મળ્યા બાદ પણ ટોબેકોની જાહેરાત નહીં કરે. તેણે કહ્યું કે 'હું પાન-મસાલાની જાહેરાત કરતો નથી અને કરીશ પણ નહીં. હું ગુટકા જેવી વસ્તુઓનો પ્રચાર નહીં કરું. મને ઓફર્સ આવે છે પણ હું કરીશ નહીં. હું એવી કોઈ વસ્તુ કરવા નથી માંગતો જેમાં મને વિશ્વાસ ન હોય, મને નથી લાગતું કે આવી વસ્તુઓનો પ્રચાર કરવો સારી વાત છે. કેટલીક એવી વસ્તુઓ છે જે હું નથી કરતો કારણ કે મારો અંતરાત્મા એમાં માનતો નથી અને મારે જે કરવા જેવી લાગતી હોય તે કરી લઉ છું.
ચાહકોએ તેના આ નિર્ણયના વખાણ કર્યા
તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું હતું. ચાહકોએ પણ તેમના આ નિર્ણયની સરાહના કરી હતી. ત્યારબાદ ઇન્ટરનેટ યુઝર્સે જૂની જાહેરાત શોધી સમગ્ર વાતનો અર્થ બદલી દીધો હતો. જેમાં સની દેઓલની એક જૂની જાહેરાત સંતુર મીઠા પાન શેર કરવામાં આવી હતી.
આ વીડિયોમાં સની દેઓલ સાથે 2026ના ચર્ચિત મીમ રવિ કિશન અને વિજય રાજ પણ જોવા મળ્યા હતા. જાહેરાત એની બે છોકરી સાથે રવિના પાન સ્ટોલ પર પહોંચે છે, તેની પાસે મીઠું પાન માંગે છે ત્યાર બાદ રવિ તેમને મીઠા પાનનું પેકેટ આપે છે અને સની સ્મિત આપે છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સે સનીની ઝાટકણી કાઢી
લોકોએ સનીના આ વીડિયો પર કહ્યું હતું કે હવે આમને અંતરાત્મા યાદ આવે છે. અન્ય યુઝરે લખ્યું હતું કે અરે રવિ ભૈયા પણ અહીંયા છે. પૈસા ભાઈની પાછળ પાછળ ચાલે છે. બીજાએ લખ્યું હતું કે અરે બાકી બધા તો ઈલાયચી વેચે છે અને આ તો સીધા પાન-મસાલા વેચે છે.
અજય દેવગન, ટાઇગર શ્રોફ અને શાહરુખ ખાનને નોટિસ
એફડીએએ જણાવ્યું કે જાહેરાતમાં 'વિમલ ઈલાયચી' શબ્દનો ઉપયોગ વિમલ પાન મસાલા બ્રાન્ડ સાથે સબંધ સ્થાપિત કરતો જણાય છે, જેથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાઈ શકે છે. પરોક્ષ રીતે પ્રતિબંધિત ઉત્પાદનનો પ્રચાર થઈ શકે છે. નોટિસમાં આ ત્રણેય અભિનેતાઓને 'બ્રાન્ડ પ્રચારક' બતાવ્યા છે અને તેમની પાસેથી 15 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે.