Wed Aug 19 2026

Logo

આવારાપન ટુ અને બંટવારા 1947ને પાછળ છોડીને બોક્સ ઓફિસ પર બાજી મારી આ ફિલ્મે...

2026-08-17 17:01:40
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડની એવરગ્રીન અખિયોં સે ગોલી મારે ગર્લ એક્ટ્રેસ રવીના ટંડનનો જાદુ આજે પણ બોક્સ ઓફિસ પર યથાવત છે. રૂપિયા 1000 કરોડથી વધુની કમાણી કરનારી 'KGF ચેપ્ટર ટુ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મનો હિસ્સો રહ્યા બાદ હવે રવીના ટંડન ફરી એકવાર બોક્સ ઓફિસના મેદાનમાં પોતાનો દબદબો સાબિત કરી રહી છે.

સાઉથ સુપરસ્ટાર સૂર્યા અને રવીના ટંડન અભિનીત નવી ફિલ્મ 'વિશ્વનાથ એન્ડ સન્સ' (Viswanath & Sons) એ સિનેમાઘરોમાં જબરદસ્ત કમાણી કરીને સની દેઓલની ફિલ્મ 'બંટવારા 1947' અને ઈમરાન હાશ્મીની 'આવારાપન ટુ'ને જોરદાર ટક્કર આપીને આગળ નીકળી ગઈ છે.

'વિશ્વનાથ એન્ડ સન્સ'નું ત્રણ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન:

ફિલ્મે પહેલાં જ વીકએન્ડમાં દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મેળવીને રેકોર્ડબ્રેક કમાણી નોંધાવી છે. ફિલ્મે કરેલી કમાણીના આંકડા નીચે પ્રમાણે છે. 
પ્રથમ દિવસ (ઓપનિંગ ડે): રૂપિયા 15.35 કરોડ
બીજો દિવસ: રૂપિયા 22.25 કરોડ
ત્રીજો દિવસ: રૂપિયા 20.55 કરોડ

ભારતમાં કુલ નેટ કલેક્શન (ત્રણ દિવસ): રૂપિયા 58.15 કરોડ

ભારતમાં ગ્રોસ કલેક્શન: રૂપિયા 67.22 કરોડ
ઓવરસીઝ (વિદેશી) કલેક્શન: રૂપિયા 43 કરોડ
વર્લ્ડવાઈડ કુલ કલેક્શન: રૂપિયા 110.22 કરોડ

પહેલાં વીકએન્ડમાં 'વિશ્વનાથ એન્ડ સન્સ' સામે અન્ય ફિલ્મો ટકી શકી નથી. સની દેઓલની પીરિયડ ડ્રામા ફિલ્મ 'બંટવારા 1947' વીકએન્ડમાં માત્ર રૂપિયા 37.11 કરોડની કમાણી કરી શકી હતી.

ઈમરાન હાશ્મીની બહુચર્ચિત ફિલ્મ 'આવારાપન ટુ' એ રૂપિયા 110.10 કરોડનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું હતું, પરંતુ રવીના ટંડન અને સૂર્યાની ફિલ્મે રૂપિયા 110.22 કરોડનો આંકડો પાર કરીને પહેલા વીકએન્ડની રેસમાં મોખરાનું સ્થાન મેળવી લીધું છે.
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મજબૂત કન્ટેન્ટ અને સૂર્યા-રવીના ટંડનની જોડીના દમ પર ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત નવા કીર્તિમાન સ્થાપી રહી છે.