ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ હવ શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારોની પણ ગુજરાત ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભાજપે અલગ અલગ જિલ્લા-શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠનની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે જિલ્લા ક્ષેત્રે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દાહોદ, આણંદ જિલ્લા અને જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે.
સત્તાવાર વેબસાઈટ ભાજપે યાદી જાહેર કરી
ભાજપે ગુજરાતની પોતાની સત્તાવાર વેબસાઈટ પર પ્રેસનોટ જાહેર કરતા લખ્યું કે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાજી અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની સહમતીથી ભાજપા ગુજરાત પ્રદેશ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આ જાહેરાત પ્રમાણે જૂનાગઢ શહેર ભાજપ સંગઠનના 3 મહામંત્રી અને 8 ઉપપ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે 8 મંત્રી સહિત વિવિધ મોર્ચાઓના પ્રમુખ-ઉપપ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે.
આ રહી પ્રમુખ-ઉપપ્રમુખના નામની યાદી