Tue Jan 27 2026

Logo

White Logo

ભાવનગરમાં મહિલા પોલીસકર્મી પર દુષ્કર્મ, સિહોરના વ્યકિત વિરુદ્ધ ફરિયાદ...

6 days ago
Author: Chandrakant Kanoja
Video

ભાવનગર : ભાવનગર શહેરમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ શિહોરના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી. પીડિત મહિલા પોલીસ કર્મચારી અને આરોપી યુવકનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થયો હતો. સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જોકે, આ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી આરોપીએ મહિલા પોલીસકર્મીને ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતાને ગંભીર પરિણામો ભોગવવાની ધાકધમકી આપી અનેકવાર આ કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

દુષ્કર્મની ફરિયાદ નોંધાવી 

આ બનાવ અંગે પ્રાપ્ત થતી વધુ માહિતી મુજબ ભાવનગર શહેરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી  મહિલાએ છુટાછેડા લીધા છે. તે ઈન્સ્ટાગ્રામ દ્વારા સિહોરના જીગર ચાવડા નામના યુવાનના સંપર્કમાં આવી હતી. જીગર ચાવડાએ પણ તેની પત્ની સાથે છુટાછેડા લીધેલા છે. છેલ્લા એક વર્ષથી બંને સંપર્કમાં હતા અને આ શખ્સે એ મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધો બાંધ્યા હતા અને દુષ્કર્મ આચર્યું હતું.

તેમજ વિશ્વાસમાં લઈ તેના  ક્રેડિટ કાર્ડના નામે લોન અને વાહન પણ લીધું હતું.તેની  બાદમાં યુવાને તે મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી માત્ર સંબંધ રાખવા જ જણાવતા મહિલા કોન્સ્ટેબલે ભાવનગર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.