Tue Jan 27 2026

Logo

White Logo

દેવભૂમિ દ્વારકાના ૨૧ ટાપુઓ પર મંજૂરી વિના પ્રવેશ પર લગાવાયો પ્રતિબંધ, જુઓ લિસ્ટ

3 days ago
Author: MayurKumar Patel
Video

દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લો  ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર બે ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે તા.૧૯/૧૨/૧૬ના સુધારા જાહેરનામામાં જણાવેલ શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. 

નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહીં. ત્રાસવાદી જૂથો, સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો, ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આવી પ્રવૃતિઓના કારણે જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.   

આ ૨૧ ટાપુઓ પર જવા લેવી પડશે મંજૂરી
 
(૧) ધાની ઉર્ફે ડની ટાપુ 
(૨) ગાંધીયોકડો ટાપુ
(૩) કાલુભાર ટાપુ 
(૪) રોઝી ટાપુ
(૫) પાનેરો ટાપુ 
(૬) ગડુ (ગારૂ) ટાપુ
(૭) સાનબેલી (શિયાળી) ટાપુ 
(૮) ખીમરોઘાટ ટાપુ 
(૯) આશાબાપીર ટાપુ 
(૧૦) ભૈદર ટાપુ 
(૧૧) ચાંક ટાપુ 
(૧૨) ધબધબો (દબદબો) ટાપુ 
(૧૩) દીવડી ટાપુ 
(૧૪) સામીયાણી ટાપુ 
(૧૫) નોરૂ ટાપુ 
(૧૬) માન મરૂડી ટાપુ 
(૧૭) લેફા મરૂડી ટાપુ 
(૧૮) લંધા મરૂડી ટાપુ 
(૧૯) કોઠાનું જંગલ ટાપુ 
(ર૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ 
(ર૧) કુડચલી ટાપુ

આ ટાપુ ઉપર મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી  અને સબ – ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.