Tue Jan 27 2026

Logo

White Logo

શિયાળામાં ગાલ લાલ પડી ગયા છે? જાણો તેનું કારણ અને તેનો રામબાણ ઘરેલુ ઉપાય

6 days ago
Author: Himanshu Chavada
Video

Winter skin care tips: શિયાળાની સૂકી હવા ત્વચામાં રહેલો ભેજ છીનવી લે છે. જેથી સ્કીન ડ્રાય થઈ જાય છે. આ સિવાય ગાલ પર લાલાશ પણ જોવા મળે છે. ત્વચા નિષ્ણાતોના મતે, આ સમસ્યા ઠંડીમાં રક્ત પરિભ્રમણ ધીમું પડવાને કારણે શરીરને ગરમ રાખવા માટે રક્તવાહિનીઓ પહોળી થાય છે, જેના કારણે આવું થાય છે. વધુ પડતો ગરમ ખોરાક, ઓછું પાણી પીવું અને પોષણના અભાવે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. જોકે, આ સમસ્યા માટે કેટલાક ઘરેલુ રામબાણ ઉપાય છે. જે અસરકારક પરિણામ આપી શકે છે.

જો તમને પણ ઠંડીમાં ગાલ લાલ થવા કે તેમાં બળતરા થવાની સમસ્યા રહેતી હોય, તો અહીં જણાવેલા ઉપાયો અજમાવી શકો છો. એલોવેરા ત્વચા માટે કુદરતી મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. તે ઠંડક આપે છે અને લાલાશ તેમજ બળતરાને શાંત કરે છે. તમે એલોવેરા જેલમાં ગુલાબજળ મિક્સ કરીને પણ લગાવી શકો છો. જો ત્વચા વધુ પડતી ડ્રાય થઈ ગઈ હોય અને તેમાં તિરાડો પડવા લાગી હોય, તો મધ ઉત્તમ છે. મધ ત્વચામાં ભેજને લોક કરે છે અને તેને હાઇડ્રેટેડ રાખે છે. દહીં ત્વચાને પોષણ આપે છે અને ઠંડક પહોંચાડે છે. ચહેરા પર દહીં લગાવવાથી સોજો ઓછો થાય છે અને ફાટેલી ત્વચામાં રાહત મળે છે.

ઉપરોક્ત ઉપાયો સિવાય શિયાળા દરમિયાન લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર લાવવા પણ જરૂરી છે. ઠંડીમાં તરસ ઓછી લાગે છે, પરંતુ શરીરને અંદરથી હાઇડ્રેટેડ રાખવા માટે પાણી પીવું અનિવાર્ય છે. જો સાદું પાણી ન ભાવે તો નાળિયેર પાણી કે ફળોના રસનું સેવન વધારો. ત્વચાની લવચીકતા જાળવી રાખવા માટે કોલેજનથી ભરપૂર ખોરાક લો. તે ત્વચાને મજબૂતી આપે છે અને બહારના વાતાવરણ સામે રક્ષણ આપે છે. આ સિવાય સ્કીનને ડ્રાય થતી અટકાવવા અને સુરક્ષિત રાખવા માટે ઘરની બહાર નીકળતી વખતે સારા મોઇશ્ચરાઇઝર કે સનસ્ક્રીનનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.