બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે - સમીર જોશી
એક સમય હતો જયારે લક્ઝરી ચીજો-વસ્તુનો અનુભવ અમુક લોકો જ કરી શકતા. આજે તો લોકો હરેક વસ્તુમાં લક્ઝરી શોધે છે. આજે ઓડી, મર્સિડીસ,BMW અને જેગ્વાર જેવી કાર તમને રસ્તામાં બીજી કાર્સની જેમ જ દોડતી દેખાશે. અલગ અલગ પ્રસંગોમાં અલગ અલગ કપડા, વિકેન્ડમાં નવી એગઝોટિક રેસ્ટોરેંટના અનુભવો મેળવવાના. આવી નાની નાની વાતોથી લઈ બીજી અનેક વાતોના અનુભવો લક્ઝરીની વ્યાખ્યા બદલી રહ્યા છે. મહત્ત્વનું તે છે કે જે લક્ઝરી એક સમયે અમુક લોકો પૂરતી હતી તેનું આજે ડેમોક્રેટાઈઝેશન લોકશાહીકરણ થઈ ગયું છે. હવે એ લક્ઝરી બધાને મળતી થઈ ગઈ છે. લક્ઝરી બ્રાન્ડસ માટે આ ભરપૂર તકનો સમય છે.
બહારની લક્ઝરી બ્રાન્ડસને આજે ભારતમાં મોટી તકો છે તેથી એ પોતાના એક્સકલુઝીવ સ્ટોર્સ અહીં શરૂ કરે છે. આજે લક્ઝરી માર્કેટ વધી રહ્યું છે કારણ કે ક્ધઝ્યુમર-ખરીદનારા વધી રહ્યા છે. નવા સેગમેન્ટ ઊભા થઈ રહ્યા છે. પહેલું સેગમેન્ટ - ઓલ્ડ મની ક્ધઝ્યુમરનું છે, જે રાજવી પરિવારનું છે. તેમના માટે લક્ઝરી વે ઓફ લાઇફ છે જેમની જીવનશૈલી જ રાજવી છે. આ પ્રકારના સેગમેન્ટ બીજાથી અલગ તરી આવે એવી વિશેષતાનો આગ્રહ રાખે છે.
બીજો પ્રકાર છે ન્યૂ મની ક્ધઝ્યુમર, જે ઔદ્યોગિક વિકાસના સમયમાં જાત મહેનતે કમાયા છે. આજે આ વર્ગ પણ રાજા- મહારાજાની લાઇફ સ્ટાઇલ જીવી રહ્યા છે. પોતાની મહેનતે પૈસા કમાયા છે તેથી તેની કિંમત જાણે છે અને આ કારણસર આ સેગમેન્ટ વેલ્યૂ બેઝડ એવી લક્ઝરી પ્રોડક્ટ ખરીદશે, જેનાથી તેમને શું લાભ થશે તે વિશે પણ આગોતરા વિચારી રાખે છે. આ વર્ગવાળા કદાચ દાગીના ખરીદશે કારણ કે તેમાં તે ફાયદો જોશે. એની નવી પેઢી ટ્રેંડી વસ્તુઓ ખરીદશે, કારણ કે લક્ઝરી તેમને વિરાસતમાં મળી છે.
ત્રીજો પ્રકાર છે કોર્પોરેટ પ્રોફેશનલ્સ... મલ્ટિનેશ્નલ્સ અને કોર્પોરેટમાં ઊંચા પગારે કામ કરતા પ્રોફેશનલ્સ અથવા ડબલ ઇન્કમ ગ્રૂપ અર્થાત્ પતિ - પત્ની બંને જોબ કરતા હોય. આ સેગમેન્ટ ઘણું મોટું છે. આજે લક્ઝરી બ્રાન્ડવાળા આ લોકો માટે વિવિધ પ્રોડક્ટ બનાવતી જ રહી છે. આ સેગમેન્ટ પૈસા વાપરવામાં માને છે. નવા ડ્રેસ - નવી જગ્યાઓએ ફરવું, નવી રેસ્ટોરાંમાં જવું અને લક્ઝરી ગાડીઓ ફેરવવી વગેરે.
આ બધા વચ્ચે ચોથો પ્રકાર છે બારગેન હંટર, જેને લક્ઝરી બ્રાન્ડનો અનુભવ કરવો છે પણ તે સમજી વિચારીને ખરીદશે. તે સેલ સિઝનની રાહ જોશે પછી બેસ્ટ ડીલ્સ મળશે ત્યારે જઈ તે લક્ઝરી બ્રાન્ડ ખરીદશે. આ સેગમેન્ટ પણ ઘણું મોટું છે.
આમ લક્ઝરી બ્રાન્ડસ ફલક વિસ્તરી રહ્યું છે માટે તેનું મહત્ત્વ વધી રહ્યું છે. આનું કારણ તે છે કે આજે તમારી લાઇફસ્ટાઇલ કેવી છે તેના આધારે તમારી ઇમેજ લોકોમાં બંધાય છે. આજે અફોર્ડેબલ લક્ઝરી- પોષાય શકે એના નામે અમુક પ્રોડક્ટ રીયલ એસ્ટેટ, ઑટોમોબાઇલ, વેકેશન, હોટેલો જેવી કેટેગરીઓમાં વેચાય છે. ક્ધઝ્યુમરને જોઈયે તે રીતે અનુભવ આપવો આ લગ્ઝરી બ્રાન્ડ માટે બીજું મહત્ત્વનું પાસુ છે.
એક્સક્લુસીવ શોરૂમ્સ અમુક સિલેક્ટેડ પોશ વિસ્તારોમાં હોવું જરૂરી છે. આ ઉપરાંત પ્રોંપ્ટ આફ્ટર સેલ્સ સર્વિસ, ઈત્યાદિ પરિબળો લક્ઝરી બ્રાન્ડને ક્ધઝ્યુમરને આકર્ષવામાં મદદ કરશે. લક્ઝરી બ્રાન્ડે પોતાનું કમ્યુનિકેશન પણ એક્સકલુઝીવ રીતે કરવું જોઈયે. જેમ કે, PR સ્ટોરીસ વધુ કરવી જોઈયે એ રીતે એક્સકલુઝીવ મેગેઝીનમાં કે સપ્લીમેંટ્સમાં એડ્સ આપવી. ડિજિટલ મીડિયમ જે રીતે આજે વધી રહ્યું છે ત્યારે આ માધ્યમ ઘણું અસરકારક પુરવાર થઈ શકે છે. આ માધ્યમ દ્વારા તમે ક્ધઝ્યુમરના સીધા સંપર્કમાં આવો છો, જે ક્ધઝ્યુમરના ઈગોને પણ સંતોષશે.
આજનું કમાતું કપલ ઘર ખરીદશે તો લક્ઝરી અપાર્ટમેંટ શોધશે, કાર પણ પોતાના સ્ટેટસને અનુરૂપ, લગ્ન પણ ડેસ્ટિનેશન વેડિંગ હશે. ટૂંકમાં તેના માટે બધી ચીજો એક્સકલુઝીવ કરશે; આમંત્રણ પત્રિકાથી લઈને વેન્યૂ અને જમવાના પદાર્થોની પસંદગી સુધી. તેઓને બધી ચીજો યૂનિક જોઈયે છે, લોકોએ જે ના અનુભવ્યું.
હોય તે તેઓને અનુભવવું છે અને આ વિચારધારા તેઓને મન લક્ઝરી છે. આજે જો કોઈ બ્રાન્ડે લક્ઝરી કેટેગરીમાં બ્રાન્ડ લોંચ કરવી હશે તો તેના માટે ફલક ઘણું વિસ્તૃત છે, પરંતુ બ્રાન્ડે ક્ધઝ્યુમરને ધ્યાનમાં રાખી તેને પેંપર કરવો પડશે અને તેને અનુરૂપ પ્રોડક્ટ બનાવવા પડશે. લક્ઝરી આજે પ્રોડક્ટ કરતા અનુભવનો વિષય છે તેથી કોઈપણ બ્રાન્ડ પોતાના પ્રોડક્ટ સાથે લક્ઝરીનો અનુભવ જોડી દેશે તો આજનો ક્ધઝ્યુમર તેને ન્યાય આપશે. જેટલું સત્ય તે છે કે આજે લક્ઝરીનું મહત્ત્વ વધી રહ્યું છે તેટલુંજ સત્ય તે છે કે આ ક્ધઝ્યુમર વેલ્યૂ બેઝ્ડ છે તેથી તે કિંમતની સામે શું મળે છે તેને મહત્ત્વ જરૂરથી આપશે. આથી વેલ્યૂ બેઝ્ડ લક્ઝરી બ્રાન્ડ આજના ક્ધઝ્યુમરની માંગ છે અને જે બ્રાન્ડ આ આપવામાં સફળ થશે તે લાંબા ગાળા સુધી ક્ધઝ્યુમરના દિલો-દિમાગ પર લક્ઝરીલી રાજ કરશે.