Mon May 25 2026

Logo

સલમાન ખાનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ ગાયબ થયું? ભાઈજાને ખુદ કર્યો મોટો ખુલાસો!

2026-05-25 17:08:58
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ સોશિયલ મીડિયા પરના જાણીતા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર થોડા દિવસ અગાઉ સલમાન ખાનનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝર 'નોટ ફાઉન્ડ' જોવા મળતા તેના ચાહકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. બોલીવુડના સ્ટાર સલમાન ખાનને લઈને સોશ્યિલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.તેમનું ઓફિશ્યિલ એકાઉન્ટ ઓપન ના થતા ચાહકો નિરાશ થઈ ગયા હતા. પરંતુ બાદમાં થોડા જ સમયમાં તે ફરી એકટિવેટ થઈ ગયું હતું. 

સલમાન ખાન દ્વારા તેમનું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હતું કે નહીં તે હજુ એમણે સ્પષ્ટ કર્યું નથી. તેમના ચાહકો માટે એક વાત મહત્વની રહી હતી કે સલમાનનું એક્સ અને ફેસબુક એકાઉન્ટ એકટિવ છે. લોકોનું કહેવું હતું કે આ કોઈ રમત હતી કે પછી ગ્લિચ એ હજુ સ્પષ્ટ થયું નથી. 

થોડા દિવસો પહેલા સલમાન ખાન દ્વારા અંગત જીવન તેમ જ સબંધોની ચર્ચા થઇ હતી, પણ બાદમાં તેમણે આ બાબતે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે હું એકલો નથી. મારી સાથે મારા ચાહકો છે, પરિવાર અને મિત્રો પણ છે.

તમારા બધાની શુભકામનાઓ મારી સાથે છે તો હું એકલો કેવી રીતે પડી શકું? બસ, મને થોડો મી ટાઈમ જોઈતો હતો. વધુમાં તેણે કહ્યું હતું કે,' આ વખતે તો કોઈ ફોટો વગર જ બ્રેકિંગ ન્યૂઝ બનાવી દીધા, મમ્મી પૂછી રહી છે શું થયું? આરામથી રહે, બધું સારું છે.'