(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મસ્જિદ બંદરમાં આવેલી મ્હાડાની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી એક ગંભીર રીતે જખમી થયો હતો. મસ્જિદ બંદરના વિઠ્ઠલદાસ ચંદન સ્ટ્રીટ પર મ્હાડાની સેસ પ્રાપ્ત બિલ્ડિંગ આવેલી છે. શનિવારે બપોરના લગભગ ૧૨.૩૪ વાગ્યાની આસપાસ બિલ્ડિંગના છઠ્ઠા માળનો એક ભાગ પાંચમા માળે તૂટી પડ્યો હતો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના કહેવા મુજબ લોખંડવાલા બિલ્ડિંગમાં બનેલી ઘટનાની જાણ મુંબઈ ફાયર બ્રિગેડને બપોરે ૧૨.૩૪ વાગ્યે કરવામાં આવી હતી. આ ઘટના વિઠ્ઠલદાસ ચંદન સ્ટ્રીટ પર લોખંડવાલા બિલ્ડિંગમાં બની હતી ધરાશાયી થયા સમયે છ રહેવાસીઓ ઇમારતના અસરગ્રસ્ત ભાગમાં હતા.
બધાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જોકે આ દરમ્યાન બે વ્યક્તિઓ જખમી થયા હતા. જખમીઓની ઓળખ ૩૫ વર્ષીય બિલાલ શેખ અને પંચાવન વર્ષીય વર્ષીય જમશેદ શેખ તરીકે થઈ છે, તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઇમારત મ્હાડા હેઠળ સેસ પ્રાપ્ત મિલકત છે.