Mon Aug 24 2026

Logo

જૂનાગઢમાં લોખંડનો ગેટ કૂદવા જતાં ફસાયું સિંહ બાળ, લોહીલુહાણ હાલતમાં કરાયું રેસ્ક્યૂ

2026-08-01 14:48:00
Author: Mayur Patel
જૂનાગઢમાં લોખંડનો ગેટ કૂદવા જતાં ફસાયું સિંહ બાળ, લોહીલુહાણ હાલતમાં કરાયું રેસ્ક્યૂ

જૂનાગઢઃ શહેરના ગ્રાફેડ વિસ્તારમાં એકથી બે વર્ષનું નર સિંહ બાળ ભ્રમણ કરતું હતું. આ સમયે પરિસરના લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની તીક્ષ્ણ ગ્રીલમાં ફસાઈ ગયો હતો.  પગ ફસાઈ જવાને કારણે સિંહ બાળ ગેટ પર જ લટકી પડ્યું હતું અને છૂટવાના પ્રયાસોમાં તેને પગના ભાગે ઈજા પહોંચી હતી.

બનાવની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સિંહ બાળને કોઈ વધુ ઈજા ન થાય તે રીતે સલામત બહાર કાઢ્યું હતું. ​રેસ્ક્યૂ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઈજાગ્રસ્ત સિંહ બાળને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં પશુચિકિત્સકો દ્વારા સારવાર આપવામાં આવી હતી.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ બાળ સિંહની તબિયત સારી છે અને ડૉક્ટરો તેના પર  નજર રાખી રહ્યા છે. જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ ઝૂની ટીમે ઝડપથી અને સાથે મળીને કામ કર્યું, જેથી બચ્ચાને સમયસર સારવાર મળી ગઈ અને તેનો જીવ બચી ગયો હતો.

શહેરના ગ્રાફેડ વિસ્તારમાં એકથી બે વર્ષનું નર સિંહ બાળ ભ્રમણ કરતું હતું. આ સમયે પરિસરના લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની તીક્ષ્ણ ગ્રીલમાં ફસાઈ ગયો હતો.  પગ ફસાઈ જવાને કારણે સિંહ બાળ ગેટ પર જ લટકી પડ્યું હતું અને છૂટવાના પ્રયાસોમાં તેને પગના ભાગે ઈજા પહોંચી હતી.