(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલામાં આવેલું વીરમાતા જીજાબાઈ ભોંસલે બોટનિકલ ગાર્ડન અને પ્રાણી સંગ્રહાલય (રાણીબાગ) બુધવાર, ૨૬ ઓગસ્ટના રોજ ખુલ્લું રહેશે અને ગુરુવાર, ૨૭ ઓગસ્ટના રોજ બંધ રહેશે. પાલિકાના જણાવ્યા મુજબ બુધવાર, ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ‘ઈદ-એ-મિલાદ’ નિમિત્તે જાહેરરજા છે. તેથી તે દિવસે મોટી સંખ્યામાં પર્યટકો વીરમાતા જીજાબાઈ ભોંસલે બોટનિકલ ગાર્ડન અને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકે છે. તે શકયતાને ધ્યાનમાં રાખીને બુધવારના જાહેરજનતા માટે તેને ખુલ્લું રાખવામાં આવશે અને ગુરુવારના રોજ બંધ રહેશે.
ભાયખલા (પૂર્વ) વિસ્તારમાં આવેલ વીરમાતા જીજાબાઈ ભોંસલે બોટનિકલ ગાર્ડન અને પ્રાણી સંગ્રહાલય દર બુધવારે સાપ્તાાહિક રજાને કારણે બંધ રહે છે. જોકે કોર્પોરેશન દ્વારા અગાઉ પસાર કરાયેલા ઠરાવ મુજબ જો બુધવારે જાહેર રજા હોય તો બગીચો અને પ્રાણી સંગ્રહાલય તે દિવસે જાહેરજનતા માટે ખુલ્લું રહેશે અને બીજા દિવસે તે બંધ રહેશે. આ ઠરાવ મુજબ રાણીબાગ બુધવારના જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.