નાગપુર: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુર જિલ્લાના કાટોલમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં સક્રિય છે. હવે હું વધુ કામ કરી શકું તેમ નથી અને નવી પેઢીને તક આપવી જોઈએ.આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં તેમના રાજકીય સંન્યાસની અટકળો તેજ બની છે.
નવી પેઢીને કામ કરવાની તક આપવી જોઈએ.
તેમણે નાગપુર જિલ્લાના કાટોલમાં એકલ વિદ્યાલયના શિક્ષકો અને નિરીક્ષકો માટેના તાલીમ સત્રમાં બોલતા કહ્યું કે, હું છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં સતત સક્રિય છું. મેં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે અને અનેક પુરસ્કારો મેળવ્યા છે. પરંતુ હવે, હું વધારે કામ નહિ કરી શકું. તેમજ નવી પેઢીને કામ કરવાની તક આપવી જોઈએ.
📍Katol, Nagpur | Addressing Eklavya Ekal Vidyalaya Shikshak-Parvekshak Prashikshan Varg organised by Laxmanrao Mankar Trusthttps://t.co/IhosghyqDE
— Nitin Gadkari (@nitin_gadkari) August 23, 2026
સ્વસ્થ ન હોય તો સત્તા અને પદનો કોઈ ઉપયોગ નથી
કોરોના બાદ પોતાની દિનચર્યા અને જીવનશૈલીમાં આવેલા ફેરફારો અંગે જણાવ્યું કે પહેલા પાર્ટી માટે કામ કરતી વખતે સમોસા ખાતા હતા અને ગમે ત્યાં સૂતા હતા. જોકે, મહામારી બાદ તેઓ શિસ્તબદ્ધ બન્યા છે અને હવે દરરોજ યોગ કરે છે. તેમણે ટિપ્પણી કરી હતી કે જો કોઈ સ્વસ્થ ન હોય તો સત્તા અને પદનો કોઈ ઉપયોગ નથી.
ખેડૂતોના કલ્યાણ માટે વધુ નક્કર પ્રયાસો કરવાનો ઇરાદો
કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોની આત્મહત્યાની વધતી સંખ્યા પર પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે તેઓ આગામી વર્ષોમાં ખેડૂતોના કલ્યાણ માટે વધુ નક્કર પ્રયાસો કરવાનો ઇરાદો ધરાવે છે. આ મુદ્દાને ગંભીર ગણાવતા ગડકરીએ કૃષિ ક્ષેત્રમાં સુધારા અને ખેડૂતોની આવક વધારવા માટે સતત કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.