નવી દિલ્હી: દેશમાં ચૂંટણી પંચ પર થયેલા આક્ષેપો બાદ હવે કોંગ્રેસ રોડ પર ઉતરી છે. જેમાં કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
કાર્યકરો પટનાથી લઈને જમ્મુ સુધી વિવિધ સ્થળોએ રસ્તા પર ઉતર્યા
આ અંગે મળતી માહિતી મુજબ કોંગ્રેસ કાર્યકરો પટનાથી લઈને જમ્મુ સુધી વિવિધ સ્થળોએ રસ્તા પર ઉતર્યા છે. કોંગ્રેસના કાર્યકરો મત ચોર, રાજીનામું આપો જેવા સૂત્રો સાથે વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી હટાવવામાં નહીં આવે અને તેમની સામે ફોજદારી કેસ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.
ज्ञानेश कुमार ने 'वोट चोरी' को अंजाम देकर देशद्रोह किया है- इसलिए उन्हें तत्काल अरेस्ट किया जाए।
— Congress (@INCIndia) September 25, 2026
इसी मांग के साथ IYC अध्यक्ष @UdayBhanuIYC जी के साथ युवा साथियों ने जोरदार विरोध प्रदर्शन किया।
ज्ञानेश कुमार ने देश के साथ गद्दारी की है, जिसकी सजा उन्हें मिलकर रहेगी ✊
📍… pic.twitter.com/C4nBZEUThp
જમ્મુમાં કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી કચેરીનો ઘેરાવ કર્યો
જમ્મુમાં કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી કચેરીનો ઘેરાવ કર્યો છે. તેમજ મોટી સંખ્યામાં એકત્ર થયેલા કોંગ્રેસના કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ જમ્મુ-કાશ્મીર માટે કોંગ્રેસના પ્રભારી નાસિર હુસૈને કર્યું હતું; તેમના નેતૃત્વમાં કાર્યકરો ચૂંટણી પંચ સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે ચૂંટણી કચેરીની બહાર એકત્ર થયા હતા.
Deshdrohi Gyanesh Kumar Should Be Arrested!!!
— Congress (@INCIndia) September 25, 2026
A person who attacks the vote and fundamentally destroys India's democratic institutions is nothing less than a deshdrohi.
Gyanesh Kumar must resign, and with this demand, the Congress Party is holding protests across India. We will… pic.twitter.com/TX645UT1Ih
ગૌરવ ગોગોઈએ કહ્યું કે જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જોઇએ
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે જ્ઞાનેશ કુમાર પર આક્ષેપ થઇ રહ્યા છે ત્યારે તેમણે રાજીનામું આપવું જોઈએ. તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તેમની ધરપકડ થવી જોઈએ.
લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી પંચની નિષ્પક્ષતા સર્વોપરી
કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને ચૂંટણી પંચે તેના જવાબ આપવા જોઈએ. લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી પંચની નિષ્પક્ષતા સર્વોપરી છે. તેમજ જો ચૂંટણી પ્રક્રિયા અંગે સવાલો ઉઠતા હોય, તો તેની ઊંડી તપાસ થવી જોઈએ.
CJP બે દિવસમાં લઈ લેશે Gyanesh Kumarનું રાજીનામું? | Abhijeet Dipke | Election Commission #abhijeetdipke #gyaneshkumar #electioncommission #sir2026 #cjp #electioncommissionindia #indianews #politicalnews pic.twitter.com/vlZ35sDCTK
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 24, 2026
કોંગ્રેસ આજે દેશભરમાં ચૂંટણી પંચની કચેરીઓ સુધી કૂચ કરી
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. જેની બાદ કોંગ્રેસ આજે દેશભરમાં ચૂંટણી પંચની કચેરીઓ સુધી કૂચ કરી રહી છે. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વારાણસી અને મેરઠની તેમની નિર્ધારિત મુલાકાતો રદ કરી છે.