Wed Oct 14 2026

Logo

SIRમાં ફોર્મ-6 સાથે ડેકલેરેશન અંગે ચૂંટણી કમિશનરો વચ્ચે સર્વસંમતિ હતી

2026-09-25 21:44:02
Author: Chandrakant Kanoja
SIRમાં ફોર્મ-6 સાથે ડેકલેરેશન અંગે ચૂંટણી કમિશનરો વચ્ચે સર્વસંમતિ હતી

@ECISVEEP/X via PTI


નવી દિલ્હી: દેશમાં ચૂંટણી પંચના કમિશનરો વચ્ચે મતભેદોના અહેવાલ વચ્ચે મહત્વની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં SIR સાથે નવા મતદારો માટેના ફોર્મ-6 સાથે ડેકલેરેશન જાહેર કરવા મુદ્દે કમિશનરો વચ્ચે કોઇ મતભેદ નહોતા. 

સર્વસંમતિથી SIRના આદેશોને મંજૂરી આપી 

આ અંગે મળતી માહિતી મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોએ સર્વસંમતિથી રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRના આદેશોને મંજૂરી આપી હતી.

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે મંજૂર કરાયેલા SIR આદેશોમાં નવા મતદારો દ્વારા ફોર્મ-6 સાથે રજૂ કરવાની થતી એક ડેકલેરેશનનો પણ સમાવેશ થાય છે. આ બાબત 'લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950'ની કલમ 21(3)ને અનુરૂપ છે અને સર્વોચ્ચ અદાલત દ્વારા પણ તેને માન્ય રાખવામાં આવી છે. આ ડેકલેરેશન એક વધારાની આવશ્યકતા છે અને તેનાથી હાલના ફોર્મ-6માં કોઈ ફેરફાર કે સુધારો થતો નથી.

બે ચૂંટણી કમિશનરોએ ડેકલેરેશનનો વિરોધ કર્યો હોવાનો દાવો 

જોકે, મીડિયા અહેવાલ મુજબ  ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ ઓનલાઇન ફોર્મ-6માં SIR ઘોષણાના સમાવેશ અંગે અસંમતિ વ્યક્ત કરી હતી.  આ બંને ચૂંટણી કમિશનરોએ એવી દલીલ કરી હતી કે નિર્ધારિત પ્રક્રિયા દ્વારા 'મતદાર નોંધણી નિયમો, 1960'માં સુધારો કર્યા વિના કાયદેસર રીતે નિર્ધારિત ફોર્મમાં ફેરફાર કરી શકાય નહીં.

જોકે, ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે 'ફોર્મ 6'માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી; તેના બદલે, હાલના ફોર્મની સાથે એક અલગ ડેકલેરેશન  'પરિશિષ્ટ D' જોડવાની વધારાની આવશ્યકતા દાખલ કરવામાં આવી હતી.

SIR પ્રક્રિયા  પૂર્વે સૂચનાઓનો પણ ઉલ્લેખ

પંચે બિહારમાં  SIR પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં 24 જૂન, 2025ના રોજ બહાર પાડેલી સૂચનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સૂચનાઓ મુજબ, નવા મતદાર તરીકે નોંધણી માટે અરજી કરનાર કોઈપણ વ્યક્તિએ 'ફોર્મ 6' અથવા 'ફોર્મ 8'ની સાથે એક વધારાનું ડેકલેરેશન  'પરિશિષ્ટ D'ભરવું ફરજિયાત હતું.આ ફોર્મ તે  ડેકલેરેશનમાં કરવામાં આવેલા દાવાઓની પુષ્ટિ કરવા માટે જરૂરી હતું.