Tue Oct 06 2026

Logo

કિયારાના વાયબ્રેટરવાળા સીન અંગે એક્ટ્રેસ રાધિકા મદને શું કહ્યું? જાણો 'લસ્ટ સ્ટોરીઝ' પર ખુલાસો

2026-09-25 19:33:56
Author: Mumbai Samachar Team
કિયારાના વાયબ્રેટરવાળા સીન અંગે એક્ટ્રેસ રાધિકા મદને શું કહ્યું? જાણો 'લસ્ટ સ્ટોરીઝ' પર ખુલાસો

મુંબઈઃ કેટલીક વેબસિરીઝ એવી હોય છે જે કાયમ ચર્ચાનો વિષય બની રહે છે, જેમ કે 'મિર્ઝાપુર', 'આશ્રમ','અભય', 'મસ્તરામ'. આ તમામ સિરીઝમાં કેટલાક વાંધાજનક સીનને બિન્દાસ્તપણે શુટ કરવામાં આવ્યા છે. આ સિરીઝની યાદીમાં મૂકી શકાય એવી સિરીઝ એટલે 'લસ્ટ સ્ટોરી'. આ સિરીઝનો ત્રીજોભાગ આવ્યો છે. રિલેશનશિપને લઈ યુવાનોમાં જે પ્રકારની છૂટછાટ મળે છે એ પર સમગ્ર સિરીઝ ફોક્સ કરાઈ છે. પણ આ સિરીઝની પહેલી સીઝન જે સીનમાં સીસકારા બોલી ગયા હતા એ કિયારા અડવાણીનો વાયબ્રેટર વાળો સિન ફરી ચર્ચામાં છે. 

શું કહ્યું રાધિકા એક્ટ્રેસે?

એક્ટ્રેસ રાધિકા મદાને 'લસ્ટ સ્ટોરી-3'માં અલી ફઝલ સાથે પોતાની ફિલ્મને લઈ મળી રહેલી પ્રશંસા અંગે વાત કરી હતી. હાલમાં રાધિકા આ સિરીઝના કેટલાય કોમ્પ્લિમેન્ટને એન્જોય કરી રહી છે. શકુન બત્રા ફરી એ જ વિષયને લઈ કમબેક કરી રહ્યા છે. 'ગહરાંઈયા'માં જે જોવા મળ્યું પણ દમદાર હતું. સેક્સ એક એવી ભાષા બની જાય છે જેના માધ્યમથી અલગ રહી રહેલા કપલ્સ એકબીજામાં અભિવ્યક્ત થઈ જાય છે.

વર્ષ 2018માં આ સિરીઝનો પહેલોભાગ આવ્યો હતો. એ સમયથી લઈ આજ સુધી રાધિકાનું એવું માનવું છે કે, જે વધુ એ ઉત્તમ થયું છે. એમાં સુધારો આવ્યો છે. કરણ જોહરની શોર્ટ ફિલ્મમાં કિયારા વાયબ્રેટર સાથે સેલ્ફ પ્લેઝર માણે છે એ સીનને લઈ મહિલાઓની કામુતા પર એક્ટ્રેસે વાત કરી છે. પણ વિષય ફરી એકવાર ટિકાનો મુખ્યવિષય બની રહ્યો છે. જે તે સમયે કિયારાએ પણ આ ટિકાનો સામનો કર્યો હતો અને કહ્યું હતું કે, લોકો આવી વાતને દિલ ખોલીને સ્વીકારશે એ વાતને હજુ ઘણો સમય લગાશે. 

ફિલ્મો ઓછી છે પણ છે

કરણે પણ એ વાત માની હતી કે એ સીનથી એની માતા, હીરૂ જૌહર થોડા સમય માટે અસહજ થઈ ગઈ હતી. એક ખાસ મુલાકાતમાં રાધિકાએ કહ્યું હતું કે, આજે આવા સીન પર ટિકા ટિપ્પણી ઓછી છે. રોકટોક ઓછી છે. પિછેહટ ન કરવા બદલ એ ક્રેડિટ તેને આપવી પડે છે. કરણ જોહરને શ્રેય એટલા માટે આપવો પડે કારણ કે, એક સ્ટોરી ટેલિંગ, વિચાર, ભરોસો અને રજૂઆતને મહત્ત્વ આપવા માટે એનું કામ જાણીતું છે.

હકીકતમાં 'લસ્ટ સ્ટોરી' કોઈ એક વિષયની સતત અને સાતત્ય ધરાવતી સિરીઝ નથી. નાની નાની શોર્ટ ફિલ્મ છે જેમાં મહિલાઓ કેન્દ્રમાં છે અને એમની મરજી, સેક્સ ડીઝાયર અને ફેન્ટસી પર કેન્દ્રીત છે. રાધિકા માને છે કે, હાઈપર મસ્કુલિન સિનેમામાં, ભીડમાં આવી ફિલ્મો ઓછી છે. તુલનાઓ ઓછી થઈ રહી છે પણ આવી ફિલ્મો છે એમાં કોઈ બેમત નથી. આવી સ્ટોરી કહે એવા અવાજ ખૂબ ઓછા હોય એ શક્ય છે. પણ જે અવાજ સિનેમા સુધી આ વિષયને લઈ પહોંચ્યો એ દમદાર છે. 

છૂટછાટ લેતા થયા ફેન્સ?

છેલ્લા કેટલાક વર્ષોમાં ફેન્સ પણ થોડા છૂટછાટ લેતા થઈ ગયા છે, જ્યારે પહેલી સીઝન આવી એ સમયે સીસકારા બોલી ગયા હતા. પણ મેકર્સે હાર માન્યા વગર માત્ર દર્શકોને એક વિષય આપવા માટે પોતાની સ્ટોરી ચાલુ રાખી. પણ માત્ર એમાં કોઈ ઈન્ટિમસી જ હોય એવું બિલકુલ નથી. સેક્સ અને પોતાના વિચાર પર અભિવ્યક્તિ યથાવત રહી એટલે ત્રીજી સુધી સીઝન પહોંચી છે.

દેશના ચાર મોટા ફિલ્મમેકર એક સંવેદનાને કેન્દ્રમાં રાખને કંઈ બનાવે છે તો 'લસ્ટ સ્ટોરી-3'. લસ્ટ સ્ટોરી પર તોબા તોબા જે અગાઉ મચી ગયું હતું એ અત્યારે નથી. આ વાત સામાન્ય બની રહી છે જે મહિલાઓમાં પણ સામાન્ય છે. આ વિષયને લઈ લોકોની સમજ બદલી રહી છે.

‘Lust Stories 3’માં રાધિકા મદન સહિત રાધિકા આપ્ટે, કોંકણા સેન શર્મા, અલી ફઝલ અને અદિતિ રાવ હૈદરી જેવા કલાકારો છે. ત્રીજો ભાગ 18 સપ્ટેમ્બર 2026થી Netflix પર ઉપલબ્ધ છે અને તેમાં ચાર અલગ વાર્તાઓ દ્વારા સંબંધો, ઇચ્છાઓ અને દાંપત્ય જીવનના વિવિધ પાસાઓ રજૂ કરવામાં આવ્યા છે.