Thu Oct 01 2026

Logo

પરિણીતિ ચોપરાનો મોટો ખુલાસો, એક સમય એવો હતો જ્યારે કામ વિના ઘરે બેસવું પડ્યું

2026-09-25 22:36:40
Author: Mumbai Samachar Team
પરિણીતિ ચોપરાનો મોટો ખુલાસો, એક સમય એવો હતો જ્યારે કામ વિના ઘરે બેસવું પડ્યું

Parineeti Chopra


મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણવાર એવું થાય છે કે, ધમાકેદાર એન્ટ્રીથી આવેલી એક્ટ્રેસ ક્યારેક હાંસિયામાં ધકેલાઈ જાય છે. કામ મળતું નથી અને કામ માટે ભટકવું પડે છે. પરિણીતી ચોપરાએ પણ હવે પોતાના સ્ટ્રગલ પીરિયડને યાદ કરતા વાત કહી હતી. એક્ટ્રેક કહ્યું કે, કરિયરમાં એક એવો સમય પણ આવે છે કે, જ્યારે કામ મળતું નથી. આ કારણે ઘરે બેસવું પડે છે. પરિણીતી ફિલ્મો બાદ હવે તે OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. 'શક-ટ્રસ્ટ નો વન' નામની વેબસિરીઝથી તે OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી રહી છે. 

તાજેતરમાં આપેલા એક ખાસ ઈન્ટરવ્યૂમાં પરિણીતીએ ઈન્ડસ્ટ્રમાં આવ્યા તેને 15 વર્ષ થયાના લાંબા કરિયર સફર પર વાત કહી હતી.આ ઉપરાંત વેબસિરિઝમાં કામ કરવા અંગેનો અનુભવ પણ શૅર કર્યો હતો. આ દરમિયાન તે મા બની હતી અને વજન વધવા પર ટ્રોલિંગની વાત પર દિલખોલીને વાત કહી હતી. એક્ટ્રેસે પોતાની વાત કરતા કહ્યું હતું કે, વર્કિંગ વૂમન માતા માટે કાર્યસ્થળનું વાતાવરણ સુધારવાની જરૂરિયાત અંગે વાત કરતા પરિણીતીએ જણાવ્યું હતું કે,

જો ફિલ્મ નિર્માતાઓ સમક્ષ અપેક્ષાઓ અગાઉથી જ સ્પષ્ટપણે રજૂ કરવામાં આવે, તો સેટ પર બધી બાબતોનું યોગ્ય સંચાલન થઈ શકે છે.  આજની યુવા વર્કિંગ મહિલાઓ તેમની કારકિર્દી અને પરિવાર બંને વચ્ચે સંતુલન જાળવવા માંગે છે. કોઈ મહિલા માટે 75 વર્ષની ઉંમર સુધી માત્ર કારકિર્દી પર જ ધ્યાન કેન્દ્રિત કરવું અને નિવૃત્તિ બાદ જ બાળક વિશે વિચારવું એ વ્યવહારુ નથી. 

બાળક અને કરિયર બન્ને જોઈએ
મહિલાઓ અત્યારે બાળક અને કારકિર્દી બંને ઈચ્છે છે. તેથી, યોગ્ય વર્કોલિક વાતાવરણ ઊભું કરવા માટે બિનજરૂરી ડ્રામા વિના સમજદારીપૂર્વક અને સહયોગથી કામ કરવું અત્યંત આવશ્યક છે. પરિણીતીએ અભિનેત્રીઓ (જેમાં કેટરિના કૈફનો પણ સમાવેશ થાય છે) પર મા બન્યા બાદ વધેલા વજનને લઈને થતી ટીકાઓ (ટ્રોલિંગ) સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું , કોઈને પણ અન્યના જીવન કે શરીર વિશે ટિપ્પણી કરવાનો અધિકાર નથી.  

જ્યારે કોઈ મહિલા બાળકને જન્મ આપે છે, ત્યારે તે દુનિયાનું સૌથી મુશ્કેલ કાર્ય કરે છે. નવ મહિનાની એ કઠિન સફર બાદ શરીરમાં આવતા ફેરફારો વિશે ટિપ્પણીઓ કરવી એ અત્યંત શરમજનક બાબત છે. પરિણીતીએ વધુમાં કહ્યું કે તે પોતાના શરીર પરના દરેક નિશાનને જોઈને સ્મિત કરે છે અને આવી ક્ષુલ્લક વાતો પાછળ એક મિનિટ પણ બગાડવા માંગતી નથી.

પરિણીતી એક દીકરાની માતા છે
પરિણીતી પોતે એક દીકરાની મા છે અને જ્યારે લોકો નવી માતાને કામ પર ક્યારે પાછા ફરવું જોઈએ તે અંગે સૂચનાઓ આપે છે, ત્યારે તેને તે વાતથી ઘણી ચીડ ચડે છે. જ્યાં સુધી માતા પોતે વિરામ ન માંગે, ત્યાં સુધી અન્ય લોકોએ તેના પર પોતાની સલાહ લાદવી જોઈએ નહીં. જો 'એબ્સ' (abs) બતાવવા માટે જીમમાં કસરત કરવી એ સખત મહેનતનું પ્રમાણ હોય, તો બાળકના જન્મ પછી શરીર પર દેખાતા 'સ્ટ્રેચ માર્ક્સ' (stretch marks) એ માતૃત્વની શક્તિની સાક્ષી પૂરે છે. પોતાની મરજીથી કામ કરવાનું પસંદ કરતી નવી માતા કે સગર્ભા સ્ત્રીની કોઈએ ટીકા ન કરવી જોઈએ.

મા ના રોલમાં જોવા મળશે પરિણીતી
‘શક - ટ્રસ્ટ નો વન’ (Shak - Trust No One) માં પરિણીતી એક એવી માતાની ભૂમિકા ભજવે છે જે છેલ્લા આઠ વર્ષથી પોતાની ગુમ થયેલી દીકરીને શોધી રહી છે અને તેને પોતાના જ પરિવાર પર શંકા છે. આ ભૂમિકા વિશે વાત કરતાં તેણે કહ્યું કે સસ્પેન્સ થ્રિલરમાં કામ કરવું ખૂબ જ મજેદાર હોય છે, કારણ કે તેમાં પ્રેક્ષકો છેક અંત સુધી હત્યારા કે ગુના પાછળના કારણને શોધવાનો પ્રયાસ કરતા રહે છે. તેણે ઉલ્લેખ કર્યો કે આ શોનું શૂટિંગ ઘણા સમય પહેલાં થયું હોવાથી, તેના રહસ્યોને ગુપ્ત રાખવા ખૂબ જરૂરી હતા. શૂટિંગ દરમિયાન, ભાવનાત્મક દ્રશ્યો ભજવવા માટે તે સોની રાઝદાનની મદદ લેતી અને વાર્તાના વિવિધ પાસાંઓને સમજવા કે જોડવા માટે હરલીન સેઠીનો સહારો લેતી હતી.