Sat Oct 10 2026

Logo

ફોકસઃ પાર્ટનર પ્રેમ વિના ‘સંબંધ’ અધૂરો એક તરફી પ્રેમ સંબંધ વધારે સમય ચાલતો નથી

2026-10-01 07:41:00
Author: Zubayda Valiani
ફોકસઃ પાર્ટનર પ્રેમ વિના ‘સંબંધ’ અધૂરો એક તરફી પ્રેમ સંબંધ વધારે સમય ચાલતો નથી

ઝુબૈદા વલિયાણી

કોઈ પણ સંબંધમાં પ્રેમ માત્ર એક તરફી હોય તો તે ઝાઝો ટકતો નથી. અર્થાત્ પતિ-પત્ની બંને પાર્ટનર્સે એકબીજાનો ‘પ્રેમ’ મેળવવો અને આપવો ખૂબ જ જરૂરી છે. તેના માટે એક જ બાબત ધ્યાનમાં રાખો કે જેટલો ‘પ્રેમ’ તમે પાર્ટનરને આપશો તેટલો અને તેથી પણ વધારે ‘પ્રેમ’ તમને તમારા પાર્ટનર તરફથી મળશે.

-તમારો પાર્ટનર તમને ઘણો રિસ્પૉન્સ આપતો હોય, પરંતુ તમે તેના માટે સમય ફાળવી શકતા ન હો કે રિસ્પૉન્સનો સામો જવાબ ન આપી શકતા હો તો આવો સંબંધ લાંબો ટકાવવો મુશ્કેલ બને છે.

-પરસ્પરના ‘પ્રેમ’ને જાળવી રાખવા માટે તમારે તમારા પાર્ટનર તરફથી જેટલું મળી રહ્યું હોય તેનાથી વધારે પાછું આપવાનો પ્રયત્ન કરવો. ‘પ્રેમ’ મેળવવા કરતાં આપવામાં વધુ ‘આનંદ’ આવતો હોય છે.

-દેશ-વિદેશમાં દાયકાઓથી વંચાતા ‘મુંબઈ સમાચાર’માં આવતી વિવિધ પૂર્તિમાંની એક ‘લાડકી પૂર્તિ’ના પ્રિય વાચકો!
-પતિ-પત્નીએ એકબીજાંને માત્ર વધારે સમય આપવાની જરૂર નથી.

-ઘણાં કપલ્સ એવાં હોય છે કે જેઓ કલાકોના કલાકો સાથે વિતાવે છે, પરંતુ ઘણીવાર તેમના પરસ્પરના પ્રેમની વાત કરીએ તો તે બિલકુલ નથી હોતો.

-એક વાતનું ધ્યાન રાખો કે દરેક સફળ સંબંધ થોડા ઘણા અંશે સમાધાન પર ટક્યો હોય છે, જેમાં બંને પાર્ટનર્સની સમજદારી અને સંબંધ પ્રત્યેનો આદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

-એક તરફી ‘પ્રેમસંબંધ’ વધારે સમય નથી ચાલતો.
-થોડી ક્ષણોનો ક્વૉલિટી ટાઇમ કલાકો બરાબર છે.
-તેનાથી પાર્ટનર્સ પોતાને વધારે સુરક્ષિત અને કમ્ફર્ટ અનુભવે છે.
-કેટલો સમય સાથે રહ્યા એ નહીં, પણ સાથે રહીને સમયને કેવી રીતે વિતાવ્યો એ મહત્ત્વનું હોય છે.

-કોઈ પણ સંબંધને જાળવી રાખવા માટે સમયની સાથે સાથે વાતચીત પણ જરૂરી છે. તેના માટે જરૂરી નથી કે તમે બહુ વધારે સમય વાતચીત કરો. માત્ર થોડીક મિનિટોની વાતચીત કે કવૉલિટી ટાઇમ તમારા સંબંધોને મજબૂતી બક્ષવા પૂરતો છે.

-જે પણ સમય મળે તેમાં વાદ-વિવાદ કરવાનું ટાળો.
-આ સમયમાં પ્રેમ વધારે તેવી વાત કરો.
-જેમ કે લગ્ન પહેલાંનો સમય.
-તમારી યાદગાર ક્ષણો વગેરે...
-આટલું કરવાથી પાર્ટનર્સ વચ્ચેનો ‘પ્રેમ સંબંધ’ વધારે મજબૂત બને છે.

-પતિ-પત્નીના સંબંધમાં ગમે તેટલા ફેરફાર થાય.
-ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ પાર્ટનરે પોતાનો ચહેરો હંમેશાં હસતો રાખવો જોઈએ.
-એક હળવા સ્મિતથી તમે ગમે તેટલા ખરાબ સંબંધોને પણ સુધારી શકો છો.
-ચહેરા પરનું સ્મિત એ એક એવો સંકેત કે નિર્દેશ છે જે તમારી સારી અને પૉઝિટિવ લાગણીઓને રિફ્લેક્ટ કરે છે અને તમારા તણાવભર્યા સંબંધોને પણ સુધારે છે.

-તેથી પાર્ટનર્સ એકબીજાને ભલે સમય આપી ન શકે, વાતચીત ન કરી શકે, પરંતુ વચ્ચે વચ્ચે હળવું સ્મિત રેલાવું જોઈએ.
-ચહેરા પરનું હાસ્ય બંને પાર્ટનરને એકબીજાની નજીક લાવે છે.
-ઘણીવાર લોકો પોતાના પાર્ટનરથી એટલા માટે નારાજ રહે છે, કારણ કે તેઓ તેમનાં વખાણ નથી કરતાં.
-તમે તમારાં વખાણ સાંભળવા માટે પાર્ટનરની રાહ જોશો.

-યોગ્ય સમય લાગે કે તરત જ તમારી સારી બાબત, પછી તે તમારો દેખાવ હોય કે કાઈ કામ જણાવો અને તે અંગે પાર્ટનરનો મત જાણો.
-તેજ રીતે જો તમને તમારા પાર્ટનરની કોઈ વાત બહુ પસંદ આવે તો તેમને તે વાત જણાવવાનું ભૂલશો નહીં.
-આ રીતે તમારા સંબંધો વધારે મીઠાશ અને સુમેળભર્યા બનશે, જેની અસર તમારી જાતીય લાઇફ પર જોવા મળશે.

-વ્હાલા વાચકો!
-સ્ત્રી હોય કે પુરુષ! બંનેને ‘પર્સનલ લાઇફ’ની સાથે સાથે પ્રેમની પણ જરૂર હોય છે.
-પરસ્પરનો સાથ-સહકાર, વિશ્વાસ, સંભાળ, મદદ.
-લાગણીઓ બંને વચ્ચે પ્રેમ વધારે છે, જે જાતીય લાઇફને વધારે રોમાંચક બનાવે છે.
* * * 
હસે તેનું ઘર વસે

મોન્ટુ: ‘પપ્પા, લગ્ન કરતી વખતે હસ્તમેળાપ કરવાનો અર્થ શું?
પપ્પા: ‘બેટા, એ તો ફક્ત ફૉર્માલિટી છે, જેમ બે બૉક્સર લડાઈની તૈયારી પહેલાં કરે છે તેમ.’