Tue Oct 06 2026

Logo

પ્રિયંકાની 14 વર્ષની ઈચ્છા પૂરી થાય એવા એંધાણ, સૈફઅલી ખાન સાથે જોવા મળશે નવી ફિલ્મમાં

2026-09-30 22:13:00
Author: Mumbai Samachar Team
પ્રિયંકાની 14 વર્ષની ઈચ્છા પૂરી થાય એવા એંધાણ, સૈફઅલી ખાન સાથે જોવા મળશે નવી ફિલ્મમાં

મુંબઈઃ સૈફઅલી ખાન અને પ્રિયંકા ચોપરા બન્ને બોલિવૂડની દુનિયામાં રહેલા સ્ટાર્સના મોટા નામ છે, ફિલ્મમેકર આ બન્ને નામને નક્કી કરતા પહેલા એમના દામ અંગે અચૂક ચર્ચા કરતા હોય છે. બોલિવૂડ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં સૈફઅલી ખાને 33 વર્ષ કામ કર્યું છે. જ્યારે પ્રિયંકા ચોપરા 24 વર્ષથી કામ કરી રહી છે. આજે આ નામ એવા છે જેને ખાસ કોઈ પ્રકારની ઓળખાણની જરૂર નથી. ચોંકાવનારી વાત એ છે કે,  બન્નેની સાથે કોઈ જ ફિલ્મ આવી નથી. હવે એવું લાગી રહ્યું છે કે, પ્રિયંકા ચોપરા અને સૈફની કોઈ ફિલ્મ આવી શકે છે. આ કોલાબ્રેશન થશે તો ખરેખર આ ફિલ્મ એક મોટા બજેટની હોવાનું સાબિત થશે. 

14 વર્ષની ઈચ્છા પૂરી થશે
જો ખરેખર આવું થયું તો પ્રિયંકા ચોપરાની સૈફ સાથે કામ કરવાની ઈચ્છા પૂરી થશે. 14 વર્ષની ઈચ્છાપૂરી થશે. રિપોર્ટ અનુસાર વર્ષ 2013માં ફિલ્મમેકર રિતેશ બત્રાએ એક ફિલ્મ બનાવી હતી. લંચબોક્સ ફિલ્મના ડાયરેક્ટર સૈફ અને પ્રિયંકા સાથે વાતચીત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વાતચીત હવે ફાઈનલ થઈ જશે તો સૈફ અને પ્રિયંકા એક ફિલ્મી પ્રોજેક્ટ માટે ફાઈનલ થઈ શકે છે. આ પહેલીવાર બની રહ્યું છે કે, બન્ને સુપરસ્ટાર એકસાથે જોવા મળશે. હાલમાં આ પ્રોજેક્ટને લઈ ખાસ કોઈ જાણકારી સામે આવી નથી. વર્ષ 2012માં સૈફ સાથે કામ કરવાની ઈચ્છા પ્રિંયકાએ વ્યક્ત કરી હતી. સૈફને શાનદાર એક્ટર કહ્યા હતા. સૈફ સાથે બેથી ત્રણ ફિલ્મ કરવાની પ્રિયંકાની ઈચ્છા હતી પણ શેડ્યુલ સહિત કેટલાક પ્રોજેક્ટને લઈને મેળ ન આવતા કોઈ કામ થયું નહીં. રિતેશ બત્રા સાથે વાત પાક્કી થઈ ગઈ તો પ્રિયંકાની આ ઈચ્છા પૂરી થઈ શકે છે. 

અનેક પ્રોજેક્ટમાં દેખાશે
પ્રિયંકા ચોપરા રાજામૌલીની ફિલ્મ 'વારાણસી'માં જોવા મળશે. આ ફિલ્મ 11 એપ્રિલ 2027ના રોજ રિલીઝ થઈ રહી છે. આઠ વર્ષના બ્રેક બાદ પ્રિયંકા સિનેસ્ક્રિન પર જોવા મળશે. આ પછી એમની પાસે બીજા કેટલાક બોલિવૂડ અને હોલિવૂડના પ્રોજેક્ટ છે. એવું જાણવા મળ્યું છે. આ પછી પણ તે બોલિવૂડની ફિલ્મોમાં કંટીન્યૂ કરી શકે છે. આ પ્રોજેક્ટ માટે તે વારાણસી, મુંબઈ બાદ હૈદરાબાદ સુધી શુટિંગ માટે પહોંચી હતી. હૈદરાબાદમાં તેણે પતિ નિક અને મહેશબાબુ સાથે એક નાઈટઆઉટ પણ કર્યું હતું. વર્ષ 2019માં તેની ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક' માં તે જોવા મળી હતી.