નવી દિલ્હીઃ ફ્લાયદુબઈનની ફલાઈટમાં કો-પાયલટે કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કરીને ફ્લાઇટને કથિત પાડવાનો કારસો રચ્યો હતો પરંતુ સ્મિત મચ્છારની બહાદુરી અને સૂઝને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ત્યારબાદ કેપ્ટન સ્મિતના ચારેકોર વખાણ થઈ રહ્યાં છે, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેપ્ટનની પ્રશંસા કરી છે.
Captain Smit Machchhar is a HERO.
— Narendra Modi (@narendramodi) October 1, 2026
In the face of the gravest danger and despite being seriously injured, he showed immense courage and an unwavering resolve to protect the lives of others.
His valour helped save hundreds of lives and avert a great tragedy.
India is proud of…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, કેપ્ટન સ્મિથ મચ્છાર એક હીરો છે, તેમણે લખ્યું કે ખૂબ ગંભીર જોખમની સામે અને પોતે ખૂબ જ ઘાયલ હોવા છતાં કેપ્ટને બીજાની જિંદગી બચાવવા માટે અસાધારણ સાહસ દેખાડ્યું છે. તેમણે કહ્યું કે ભારતને કેપ્ટન મચ્છાર પર ગર્વ છે.
ઉલ્લેખનીય છે કે દુબઈથી તેલઅવિવ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં 30 સપ્ટેમ્બરના રોજ એક ગંભીર ઘટના બની હતી, જેમાં 170 થી વધુ મુસાફરો સવાર હતા. ઉડાન દરમિયાન અચાનક કો-પાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર પર ચાકુથી હુમલો કરી દીધો હતો. જેના કારણે કેપ્ટન ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ હુમલાને પગલે વિમાને અચાનક ઝડપથી ઊંચાઈ ગુમાવવાનું શરૂ કર્યું હતું અને થોડી ક્ષણોમાં તે આશરે 14 હજાર ફૂટ નીચે આવી ગયું હતું. જેને કારણે વિમાનમાં સવાર મુસાફરોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
આવી કટોકટી પરિસ્થિતિમાં ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિતે દાખવેલી બહાદુરી અને સૂઝબૂઝના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. ઇઝરાયેલ ના વડાપ્રધાન નેતન્યાહુના જણાવ્યા અનુસાર કેપ્ટને હુમલાખોર નો સામનો કર્યો અને કોકપીટનો દરવાજો ખોલવામાં મદદ કરી હતી, જેથી મુસાફરો અને ક્રુ મેમ્બરો અંદર પહોંચી શક્યા. આ દરમિયાન વિમાનમાં સફર કરી રહેલા કેટલાક ઑફ ડ્યુટી પાયલટોએ પણ વિમાનને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આખરે ફ્લાઇટને સાઉદી અરેબિયામાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી.