Sun Sep 13 2026

Logo

લાડકી બહિણ યોજના: મહારાષ્ટ્ર સરકારે જુલાઈ મહિના માટે ₹ ૩૪૪ કરોડનું ભંડોળ મંજૂર

2026-08-24 20:58:41
Author: Mumbai Samachar Team
લાડકી બહિણ યોજના: મહારાષ્ટ્ર સરકારે જુલાઈ મહિના માટે ₹ ૩૪૪ કરોડનું ભંડોળ મંજૂર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે 'મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ' યોજનાના અમલીકરણને વધુ વેગ આપ્યો છે અને અનુસૂચિત જાતિ ઘટકના પાત્ર લાભાર્થી મહિલાઓને જુલાઈ ૨૦૨૬ મહિનાનો આર્થિક લાભ આપવા માટે રૂ. ૩૪૪.૭૪ કરોડના ફંડ વિતરણને આજે મંજૂરી આપી હતી. સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગ દ્વારા આ સંદર્ભમાં સત્તાવાર સરકારી નિર્ણય બહાર પાડવામાં આવ્યો છે.

સામાજિક ન્યાય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં અનુસૂચિત જાતિ માટે 'લાડકી બહિણ' યોજના હેઠળ કુલ રૂ. ૩,૦૦૦ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. તેમાંથી, જુલાઈ મહિનાના લાભ માટે બજેટરી સિસ્ટમ પર મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવને રૂ. ૩૪૪.૭૪ કરોડનું ભંડોળ ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યું છે.

મહત્વની શરતો

. નોંધાયેલા અરજીઓની બરાબર તપાસ કરીને ફક્ત યોગ્ય મહિલાઓને જ આ યોજનાનો સીધો લાભ મળે, તેની પૂરી જવાબદારી મહિલા અને બાળ વિકાસ વિભાગની રહેશે.

. અનુસૂચિત જાતિ અને નવબૌદ્ધ વર્ગની મહિલાઓ માટે ફાળવેલા પૈસાનો ઉપયોગ ફક્ત આ જ મહિલાઓ માટે થાય, તેનું કડક ધ્યાન રાખવાના આદેશ અપાયા છે.

. આ યોજનામાં થયેલા ખર્ચ અને તેની પ્રગતિનો રીપોર્ટ દરેક મહિનાની ૧૦ તારીખ સુધીમાં સંબંધિત વિભાગોને જમા કરાવવો પડશે.

. સરકારના આ નિર્ણયથી અનુસૂચિત જાતિની લાખો પાત્ર લાભાર્થી મહિલાઓના ખાતામાં જુલાઈ મહિનાનો બાકી આર્થિક લાભ જમા થવાનો માર્ગ હવે સંપૂર્ણપણે મોકળો થઈ ગયો છે.